દાખલા શીખવવાના બહાને શિક્ષકે વિદ્યાર્થિની સાથે કર્યાં અડપલા – જુઓ Video
ભરૂચ જિલ્લામાં એક શરમજનક બનાવ સામે આવ્યો છે. વાત એમ છે કે, ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાજપારડી ગામમાં સાજીદ વાઝા નામના શિક્ષકે ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા.
ભરૂચ જિલ્લામાં એક શરમજનક બનાવ સામે આવ્યો છે. વાત એમ છે કે, ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાજપારડી ગામમાં સાજીદ વાઝા નામના શિક્ષકે ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા.
શિક્ષકે વિદ્યાર્થિનીને દાખલા શીખવવાના બહાને ઘરે બોલાવી અને શરીર પર જેમ તેમ અડપલા કરવા લાગ્યો હતો. પીડિત બાળકીએ પરિવારને વાત જણાવતાં સમગ્ર ઘટનાની હકીકત બહાર આવી હતી. પરિવારની ફરિયાદના આધારે ભરૂચ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ઘટનાની જાણ થતાં વિસ્તારમાં રોષ જોવા મળ્યો છે. આ ઘટના દરમિયાન લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને ભરૂચ પોલીસના કામગીરી પર પણ આક્ષેપો લગાવ્યા છે.