અમદાવાદ વીડિયો : ક્રિકેટ રસિકો આનંદો, આ રુટથી સ્ટેડિયમમાં જવું રહેશે સરળ, ટ્રાફિક પોલીસનું ખાસ પ્લાનિંગ

વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર હશે.તો ભારત-ઓસ્ટ્રેલિયાનો મહા મુકાબલો જોવા સ્ટેડિયમમાં સંખ્યાબંધ VVIP સહિત એક લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહેશે. ભારત અને વિશ્વમાંથી આવતા ક્રિકેટ ચાહકો સરળતાથી સ્ટેડિયમમાં પહોંચી મેચનો નજારો માણી શકે તે માટે વહીવટી તંત્રએ શાનદાર વ્યવસ્થાઓ ગોઠવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 2:41 PM

વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર હશે.તો ભારત-ઓસ્ટ્રેલિયાનો મહા મુકાબલો જોવા સ્ટેડિયમમાં સંખ્યાબંધ VVIP સહિત એક લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહેશે. ભારત અને વિશ્વમાંથી આવતા ક્રિકેટ ચાહકો સરળતાથી સ્ટેડિયમમાં પહોંચી મેચનો નજારો માણી શકે તે માટે વહીવટી તંત્રએ શાનદાર વ્યવસ્થાઓ ગોઠવી છે.

સાબરમતીના મોટેરા સ્થિત સ્ટેડિયમમાં પહોંચવા માટે ક્રિકેટ ચાહકોને સરળતા રહેશે. ક્રિકેટ રસિકોની તકલીફ ઓછી કરવા આસપાસના કેટલાક રસ્તા પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવાયો છે.તો કેટલાક રસ્તા પર ડાયવર્ઝન આપી દેવાયું છે.અમદાવાદના મોટેરા સ્ટેડિયમની આસપાસથી વાહનો લઈને રોજ જતા લોકોને રવિવારે સવારે 11થી લઈને રાત્રે 12 વાગ્યા સુધી થોડી તકલીફ પડશે.

જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટનો રસ્તો બંધ રહેશે.તો કૃપા રેસિડન્સીથી ટી થઈને મોટેરા સુધીનો માર્ગ પર પણ વાહન ચાલકો જઈ શકશે નહીં.જો કે વાહન ચાલકો માટે નજીકના જ કેટલાક વૈકલ્પિક માર્ગ યથાવત રહેશે. જેમાં તપોવનથી ONGC ચાર રસ્તાથી પાવર હાઉસ થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધી આવ-જા કરી શકાશે.આ ઉપરાંત કૃપા રેસિડન્સીથી ટી થઈને શરણ સ્ટેટસ ચાર રસ્તા જઈ શકાશે.જ્યારે ભાટ-કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ પણ વાહન ચાલકો પસાર થઈ શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેચ નિહાળવા સ્ટેડિયમમાં આવવાના છે. તો PMના પ્રોટોકોલને લઈને પણ ચુસ્ત બંદોસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ કેટલાક VVIPની અવર-જવર હોવાથી સ્ટેડિયમની આસપાસમાં ટ્રાફિકને લઈ ફૂલપ્રુફ પ્લાનિંગ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.ક્રિકેટ સ્ટેડિયમની આસપાસમાં આડેધડ પાર્કિંગ રોકવા માટે ખાસ સૂચના અપાઈ છે.અમદાવાદ પોલીસ અને ટ્રાફિક વિભાગના અધિકારી અને જવાનો 8 ટોઈંગ ક્રેનની મદદથી આડેધડ પાર્કિંગ કરનારાને દંડ કરવામાં આવશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
દાંતીવાડા ડેમના ગેટમાં ખામી સુધારવામાં કેટલાક અંશે સફળતા મળતા રાહત
દાંતીવાડા ડેમના ગેટમાં ખામી સુધારવામાં કેટલાક અંશે સફળતા મળતા રાહત
હિસ્ટ્રીશીટરનું પોલીસે સરઘસ કાઢી તેની દાદાગીરી પર ટાઢું પાણી રેડી દીધુ
હિસ્ટ્રીશીટરનું પોલીસે સરઘસ કાઢી તેની દાદાગીરી પર ટાઢું પાણી રેડી દીધુ
આ રાશિ જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે
આ રાશિ જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે
ગુજરાતમાં ફરી થશે માવઠું !
ગુજરાતમાં ફરી થશે માવઠું !
રામલલ્લાને સમર્પિત કરાશે પાકિસ્તાનથી આવેલો પોશાક, જુઓ વીડિયો
રામલલ્લાને સમર્પિત કરાશે પાકિસ્તાનથી આવેલો પોશાક, જુઓ વીડિયો
મહેસાણા અને ઉંઝામાંથી ઝડપાયો નશીલા સિરપનો જથ્થો, 2 સામે કરાઈ કાર્યવાહી
મહેસાણા અને ઉંઝામાંથી ઝડપાયો નશીલા સિરપનો જથ્થો, 2 સામે કરાઈ કાર્યવાહી
બનાસકાંઠાઃ ડીસાના ભીલડીમાંથી 1090 બોટલ નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો
બનાસકાંઠાઃ ડીસાના ભીલડીમાંથી 1090 બોટલ નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">