T20 World Cup 2024: વિશ્વકપ જીતને લઈ જશ્નનો માહોલ, હિંમતનગરના ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

T20 World Cup 2024: વિશ્વકપ જીતને લઈ જશ્નનો માહોલ, હિંમતનગરના ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

| Updated on: Jun 30, 2024 | 4:01 PM

હિંમતનગરમાં અનેક ઠેકાણે બીગ સ્ક્રીન લાઈવ પ્રસારણ જોવાના આયોજન કરવામાં આવ્યા હતા. હિંમતનગર શહેરમાં ક્રિકેટ ચાહકો પણ સૂર્યકુમાર યાદવના કેચ, હાર્દિંક પંડ્યા અને બુમરાહની બોલિંગના વખાણ કરતા થાકતા નથી.

ભારતીય ક્રિકેટ ટીમે ચાહકોને ખુશ કરી દીધા છે. તેમની ખુશીઓ સમાતી નથી, દેશ અને દુનિયામાં ક્રિકેટ ચાહકો ભારતીય ટીમની રમતની ખૂબ વાહ વાહી કરી રહ્યા છે. ગુજરાતમાં દરેક ખૂણે ખૂણે ખૂબ જશ્ન મનાવવામાં આવ્યો છે. ક્રિકેટ ચાહકોએ મોડી રાત સુધી જશ્ન મનાવ્યો હતો. રવિવારે પણ જશ્નનનો આ માહોલ જોવા મળી રહ્યો હતો.

હિંમતનગરમાં અનેક ઠેકાણે બીગ સ્ક્રીન લાઈવ પ્રસારણ જોવાના આયોજન કરવામાં આવ્યા હતા. હિંમતનગર શહેરમાં ક્રિકેટ ચાહકો પણ સૂર્યકુમાર યાદવના કેચ, હાર્દિંક પંડ્યા અને બુમરાહની બોલિંગના વખાણ કરતા થાકતા નથી. તો રોહિત અને વિરાટ કોહલીની નિવૃત્તિને લઈ તેમના યોગદાનને વાગોળવા લાગ્યા છે.

 

આ પણ વાંચો: T20 World Cup 2024: વિશ્વ ચેમ્પિયન થતા જ ટીમ ઈન્ડિયા માલામાલ, જાણો કેટલા રુપિયા મળ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published on: Jun 30, 2024 04:00 PM