Kutch : આંતરરાષ્ટ્રીય T20 મેચ પર સટ્ટો રમતો અને રમાડતો શખ્સ ઝડપાયો, લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો – જુઓ Video

Kutch : આંતરરાષ્ટ્રીય T20 મેચ પર સટ્ટો રમતો અને રમાડતો શખ્સ ઝડપાયો, લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો – જુઓ Video

| Edited By: | Updated on: Aug 13, 2025 | 2:25 PM

ક્રિકેટ જગતમાં કેટલાક ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં સંકળાયેલા હોય છે. ખાસ વાત એ છે કે, ક્રિકેટના ચાહકો પણ સટ્ટો રમે છે અને બીજાને પણ રમાડે છે. આવી જ એક ઘટના ભુજમાં બની છે, જ્યાં બે યુવકો સટ્ટો રમતાં ઝડપાયા છે.

ક્રિકેટ જગતમાં કેટલાક ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં સંકળાયેલા હોય છે. ખાસ વાત એ છે કે, ક્રિકેટના ચાહકો પણ સટ્ટો રમે છે અને બીજાને પણ રમાડે છે. આવી જ એક ઘટના ભુજમાં બની છે, જ્યાં બે યુવકો સટ્ટો રમતાં અને રમાડતા  ઝડપાયા છે. મોટી વાત એ છે કે આ સટ્ટો કારમાં રમાડતા હતા. તેમની પાસેથી લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કચ્છમાં બે યુવકો કારમાં ક્રિકેટ સટ્ટો રમતા ઝડપાયા છે. જણાવી દઈએ કે, આમાંથી એક યુવક ક્રિકેટ સટ્ટો રમતો હતો અને બીજો શખ્સ સટ્ટો રમાડતા ઝડપાયો છે. ભુજમાં ફોરચ્યુનર કારમાં આંતરરાષ્ટ્રીય T20 મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો અને રમાડતો એક શખ્સ ઝડપાયો છે. આરોપી આ સટ્ટા માટે ઓનલાઈન વેબસાઇટ english999.co/admin નો ઉપયોગ કરતો હતો.

પોલીસે ઓમ ધર્મેન્દ્રભાઈ ડાભીની ધરપકડ કરી છે. વધુમાં સટ્ટા માટે ઉપયોગમાં લેવાયેલા કાર, મોબાઈલ અને કુલ 51 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી સટ્ટા માટે ID નો પણ ઉપયોગ કરતો હતો. આ સાથે, પોલીસે ID આપનાર મીત રાઠોડ અને ગ્રાહક તરીકે સટ્ટામાં જોડાયેલ રામભાઈને પકડવા માટેની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 13, 2025 02:19 PM