વડોદરાના પૂર પીડિતોની વહારે આવ્યું અટલાદરા સ્વામિનારાયણ મંદિર, શીરો-ખીચડી, બુંદી-સેવ કર્યુ વિતરણ

|

Aug 28, 2024 | 8:16 PM

વડોદરાના અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂર પીડિતોને ફૂડપેકેટનું વિતરણ કર્યું હતું. મહંત સ્વામીની આજ્ઞાથી અટલાદરા સ્થિત સ્વામિનાયારણ મંદિરના 40 જેટલા સ્વંયસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદોને છેલ્લા ત્રણ દિવસથી ફુડપેકેટનું વિતરણ કરી રહ્યાં છે

વડોદરાના અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂર પીડિતોને ફૂડપેકેટનું વિતરણ કર્યું હતું. મહંત સ્વામીની આજ્ઞાથી અટલાદરા સ્થિત સ્વામિનાયારણ મંદિરના 40 જેટલા સ્વંયસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદોને છેલ્લા ત્રણ દિવસથી ફુડપેકેટનું વિતરણ કરી રહ્યાં છે.

આજે વડોદરાના વહીવટીતંત્રના જણાવ્યાનુંસારના વિસ્તારો, જેવા કે, સમા, કલાલી, વડસર, સીટી વિસ્તાર, ચાપળ, ચાણસદ, વાઘોડિયા સહિતના પૂરથી અસર પામેલા વિસ્તારોમાં ભોજન અને ફુડ પેકેટનું વિતરણ કર્યું હતું. મંદિરના 40 જટલા સ્વંયસેવકોએ, 25000 વ્યક્તિને શીરાના પ્રસાદના ફુડ પેકેટસનું વિતરણ કર્યું હતું. જ્યારે 10,000થી વધુ લોકોને ખીચડીનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત સુકા નાસ્તા તરીકે બુંદી અને સેવના પેકેટસનું પણ વિતરણ કર્યું હતું. વડોદરાના જિલ્લા તંત્રને ખાતરી આપવામાં આવી હતી કે, જ્યારે પણ જરુર પડ્યે પૂરગ્રસ્તો અને જરુરીયાતવાળાને ફુડ પેકેટ્સ પુરા પાડવામાં આવશે.

Next Video