અમરેલીમાં ભરઉનાળે નદીઓ થઈ જીવંત, વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ખેડૂતોમાં ખુશીની લહેર!
અમરેલીના વડિયામાં આવેલો સુરવો ડેમ મેઈન્ટેનન્સના કારણોસર ખોલવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ડેમમાંથી પાણી છોડાતા નદીઓ વહેતી થઈ છે, જેનાથી સ્થાનિક ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે.
અમરેલીમાં સુરવો ડેમની મરામત માટેનો નિર્ણય લેવાતા વડિયા ગામના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ કમોસમી વરસાદને પગલે પાણીની સારી આવક થતા સુરવો ડેમનો એક દરવાજો ૩ ઈંચ ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને થશે ફાયદો, જિલ્લાના વડિયા પંથકમાં ઉનાળાની મધ્યમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. વડિયાના સુરવો ડેમના મેઈન્ટેનન્સ અને મરામતના કામ માટે તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો ૩ ઈંચ જેટલો ખોલવામાં આવ્યો છે.
ડેમનો દરવાજો ખોલતાની સાથે જ સૂકી ભઠ્ઠ નદીઓમાં પાણી વહેતા થયા છે. આ નિર્ણયને કારણે નીચાણવાળા વિસ્તારોના ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે, કારણ કે ઉનાળુ પાક માટે તેમને જરૂરી પાણી મળી રહેશે. ભરઉનાળે નદીઓ વહેતી થતા પંથકના ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Summer eye care tips: ઉનાળામાં વધી શકે છે આંખોમાં ઈન્ફેક્શન અને ડ્રાયનેસનો ખતરો, એક્સપર્ટે આપી ખાસ ટિપ્સ
Follow Us