સુરત, નવસારી, મુંબઇમાં ડાયમંડ ટ્રેડર્સ પર ITના દરોડા, રત્નકલા ડાયમંડના રૂ. 2,742 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા

દરોડા દરમ્યાન મોટી માત્રામાં ડિજિટલ ફોર્મમાં ડોક્યુમેન્ટ જપ્ત કરાયા છે. પાંચ વર્ષમાં બેનામી ખરીદ અને વેચાણના 318 કરોડના પોલીશ્ડ ડાયમંડના બિનહિસાબી વ્યવહાર મળ્યાં છે.

સુરતમાંથી આવકવેરા વિભાગે અંદાજે રૂપિયા  2,742કરોડના બેનામી વ્યવહારો ઝડપી પાડ્યા છે. IT વિભાગે 22 સપ્ટેમ્બરે સુરતની રત્નકલા એકસપોર્ટના 23 જેટલા ધંધાના અને રહેઠાણના સ્થળે દરોડા પાડ્યા હતા. ત્યારે દરોડાની કાર્યવાહી કર્યા બાદ અંદાજે રૂપિયા 2,742 કરોડના બેનામી વ્યવહારો મળ્યાં છે. ગુજરાતમાં દરોડાની શરૂઆત કર્યા બાદ સૌથી મોટી કરચોરી સુરતના ડાયમંડ ટ્રે઼ડર્સની બહાર આવી છે.

દરોડા દરમ્યાન મોટી માત્રામાં ડિજિટલ ફોર્મમાં ડોક્યુમેન્ટ જપ્ત કરાયા છે. પાંચ વર્ષમાં બેનામી ખરીદ અને વેચાણના 318 કરોડના પોલીશ્ડ ડાયમંડના બિનહિસાબી વ્યવહાર મળ્યાં છે. ડાયમંડ ઉત્પાદન દરમ્યાન નિકળેલા સ્ક્રેપનું 95 કરોડમાં રોકડ વેચાણ કરાયું છે. તેમજ પોલીશ્ડ ડાયમંડની 189 કરોડની ખરીદી કરી હોવાનું આઇટીની તપાસમાં બહાર આવ્યું છે.

80 કરોડની બેનામી આવકના દસ્તાવેજો જપ્ત કર્યા છે. 81 કરોડની બિનહિસાબી આવક શેરબજારમાંથી કરી છે. દરોડા દરમ્યાન 1.95 કરોડની રોકડ રકમ અને જવેરાત જપ્ત કરાયું. તથા 8,900 કેરેટના 10.98 કરોડના ડાયમંડ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન 10 બેંક લોકર સીલ કરાયા છે.

ગુજરાતમાં દરોડાની શરૃઆત કર્યા બાદ સૌથી મોટી કરચોરી સુરતના ડાયમંડ ટ્રેડર્સની બહાર આવી છે. ગત સપ્તાહમાં આવકેવરાના ઇન્વેસ્ટીગેશનના 150 અધિકારીઓએ સુરતના વરાછા ખોડીયારનગરમાં આવેલી રત્નકલા એકસપોર્ટના માલિકો અને ભાગીદારોના 23 સ્થળે દરોડા પાડયા હતા.

દરોડા દરમ્યાન મોટી માત્રામાં ડિજિટલ ફોર્મમાં ડોક્યુમેન્ટ જપ્ત કરાયા હતા. સુરત, નવસારી અને મુંબઇમાં રહેતા ડાયમંડ ટ્રેડર્સના કર્મચારીઓના રહેઠાણથી કરચોરી અંગેના દસ્તાવેજો જપ્ત કરાયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં બેનામી ખરીદ અને વેચાણના ૩૧૮ કરોડના પોલીશ્ડ ડાયમંડના બિનહિસાબી વ્યવહાર મળ્યાં છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati