Breaking News : પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક… ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
સુરતના ઓલપાડ તાલુકાના એક ગામમાં પાણીના મુદ્દે બે જૂથો વચ્ચે થયેલો વિવાદ હિંસક મારામારીમાં પરિણમ્યો. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બનતા મહિલાઓ અને યુવાનો પણ સામસામે આવી ગયા હતા.
સુરતના ઓલપાડ તાલુકાના એક ગામમાં પાણીના મુદ્દે બે જૂથો વચ્ચે થયેલો વિવાદ મારામારી સુધી પહોંચી ગયો હતો. સામાન્ય વાતચીતથી શરૂ થયેલો ઝઘડો થોડા જ સમયમાં ઉગ્ર બનતા ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાણીના મુદ્દે બંને પક્ષો વચ્ચે પહેલા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. એક પક્ષના લોકોએ બીજા પક્ષના ઘર સુધી પહોંચી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનામાં મહિલા, યુવકો અને યુવતીઓ પણ સામસામે આવી ગયા હતા અને મારામારી થઈ હતી.
આ સમગ્ર ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સક્રિય બની હતી.
પોલીસે વાયરલ વીડિયો અને ઉપલબ્ધ પુરાવાના આધારે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. ઘટનામાં કોણે પહેલા હુમલો કર્યો અને વિવાદ કેવી રીતે શરૂ થયો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે બંને પક્ષોના લોકોની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. પાણી જેવા સામાન્ય મુદ્દે થયેલો વિવાદ હિંસક બનતા સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે.
PM મોદીને મળ્યું ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન, યુરેનિયમ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર સહમતિ