Surat Video : જમીન ઉપર પગ મુક્યા વગર ખેલૈયા ગરબે ઘૂમ્યા, કઈ રીતે બન્યું શક્ય? જાણો અહેવાલ દ્વારા

Surat Video : જમીન ઉપર પગ મુક્યા વગર ખેલૈયા ગરબે ઘૂમ્યા, કઈ રીતે બન્યું શક્ય? જાણો અહેવાલ દ્વારા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 11:45 AM

Surat : રવિવાર તારીખ 15 ઓક્ટોબર 2023થી નવરાત્રિ(Navratri 2023)ની ઉજવણીનો શુભારંભ થયો છે. મહાપર્વ શરૂ થતાં ભક્તોએ શૈલપુત્રીની પૂજા કરી અને તેમના પરિવારના સભ્યોની સુખ , શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સુરતમાં નવ દિવસીય ઉત્સવ ખૂબ જ ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સાથે  શહેરને રોશની અને દુર્ગા પંડાલોથી શણગારવામાં આવે છે. સુરતના લોકોએ અનોખા ગરબા નવરાત્રીના પ્રથમ દિવસની શરૂઆત કરી હતી. સાઇકલ ચલાવતા  ગરબે ઘૂમ્યા(Bicycle Garba) હતા.

ખેલૈયાઓ સાયકલ પર ગરબા અને દાંડિયા રમ્યા હતા. તમામ ઉંમરના લોકો એક સર્કલમાં સાયકલ ચલાવતા અને ધાર્મિક ભક્તિ સાથે અનોખી રીતે ગરબા રમતા જોવા મળ્યા હતા. ગુજરાત અનોખી ગરબા પરંપરાઓ સાથે નવરાત્રીની ઉજવણી માટે જાણીતું છે. સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Surat Breaking News : 28 વર્ષીય યુવાનનું Heart Attack ના કારણે મોત નીપજ્યું, નવરાત્રિ માટે માતાજીની મૂર્તિ લઈ ઘરે આવતા બની ઘટના

સામાન્ય ગરબા તો તમે ખૂબ જોયા અને રમ્યા હશે પરંતુ સુરતના અનોખા ગરબાએ સારું આકર્ષણ જમાવ્યું હતું. આ ગરબામાં લોકો જમીન પર પગ મૂક્યા વિના જ ગરબા રમ્યા હતા. આ વાત કંઈક નવું કરવાની ખેવના ધરાવતા સુરતની છે. જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા સાયકલ ગરબાનું આયોજન કરાયું હતું. લોકોએ ગરબાના તાલે મન મૂકીને સાયકલ ચલાવી હતી. લોકોને સાયકલિંગ કરવાની પ્રેરણા આપવાના ઉદ્દેશ સાથે આ પ્રકારના ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં ભાગ લેનારા ખેલૈયાઓ પણ ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">