અમદાવાદ વીડિયો : ગુજરાતમાં વર્ષ 2021થી 2024 સુધીમાં ડ્રગ્સના 1786 કેસ કરાયા : હર્ષ સંઘવી

|

Jun 25, 2024 | 1:15 PM

સુરત : રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું ડ્ર્ગ્સના દુષણ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગૃહ પ્રધાને કહ્યું હતું કે આસપાસના દેશ આપણા દેશમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યાં છે. વિપક્ષની ટીકાની પરવાહ કર્યા વગર સરકારે ડ્ર્ગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી હોવાનું ઉમેર્યું હતું.

અમદાવાદ : રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું ડ્ર્ગ્સના દુષણ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગૃહ પ્રધાને કહ્યું હતું કે આસપાસના દેશ આપણા દેશમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યાં છે. વિપક્ષની ટીકાની પરવાહ કર્યા વગર સરકારે ડ્ર્ગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી હોવાનું ઉમેર્યું હતું.

હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ગુજરાતમાં 129 કેસ કરાયા છે. વર્ષ 2021થી 2024 સુધીમાં કુલ 1786 કેસ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુલ 9676 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નશાબંધીની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં આરોપીઓની ધરપકડ કરાઈ છે.તમામ કાર્યવાહીમાં કુલ 2607 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ 3 મહિનામાં 4 મોટા કેસ કર્યા છે.

આ પણ વાંચો : સુરત : વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ, જુઓ વીડિયો

Published On - 11:28 am, Tue, 25 June 24

Next Video