સુરતઃ નકલી ડિગ્રીના કૌભાંડમાં વધુ બે એજન્ટની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો
સુરતઃ નકલી ડિગ્રીના કૌભાંડમાં બે એજન્ટ ઝડપાયા છે. સેલવાસ-સરથાણાથી વધુ બે એજન્ટ ઝડપાયા છે. આસીફ નામનો વ્યક્તિ 10 હજારથી 1 લાખમાં નકલી સર્ટિફિકેટ બનાવતો હતો. પોલીસને રાજ્યની જુદી-જુદી યુનિવર્સિટીઓની નકલી ડિગ્રી મળી હતીજેની તપાસમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે.

ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 નકલી ડિગ્રી મળી હતી.112 નકલી ડિગ્રી અને માર્કશીટોના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.બન્ને એજન્ટે 16 લોકોના નકલી ડિગ્રીના પ્રમાણપત્ર બનાવ્યા હતા.યશ એજ્યુકેશન એકેડમીના સંચાલક નિલેશ સાવલીયા મારફતે ડિગ્રી બનાવી હતી. કેંગન વોટરનો વેપાર કરતા આસીફ અબ્દુલ જીવાણીની ભૂમિકા સામે આવી છે. સરથાણા ખાતે સ્માર્ટ જર્મન ઇન્સ્ટિટ્યુટ ચલાવતા કેતન શૈલેષ જેઠવાની ધરપકડ કરવામાં આવી છે. બન્ને ઓફિસ પરથી લેપટોપ સહિતના સામાન જપ્ત કર્યો છે. લેપટોપ અને કોમ્પ્યુટરના ડેટામાં કેટલીક એન્ટ્રીઓ મળી છે.