Surat: બારડોલીના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, ખેલૈયાઓમાં પ્રસરી નિરાશા

Surat: બારડોલીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા ખેલૈયાઓના રંગમાં જાણે ભંગ પડ્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદનું આગમન થતા ગરબા રસીકો નિરાશ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 10:19 PM

સુરત જિલ્લાના બારડોલી (Bardoli) પંથકના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો છે. બારડોલીના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ (Rain) પડતા ખેલૈયાઓમાં નિરાશા છવાઈ છે. આ તરફ ગરબા આયોજકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat)ના અન્ય જિલ્લાઓમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે.

નવરાત્રી સમયે જ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગરબા રસિકોના રંગમાં ભંગ પડી શકે છે. ખેલૈયાઓ માટે વરસાદ વિઘ્ન બનીને આવ્યો છે. ગુજરાતમાંથી ચોમાસાએ ક્રમશ: વિદાય લઈ લીધી છે. ત્યારે જતા જતા ગુજરાતના અનેક વિસ્તારોમાં નવરાત્રિના શોખીનોની મજા બગાડી રહ્યુ છે. રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો આવતા ખેલૈયાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.

આ તરફ હવામાન વિભાગે પણ પણ કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે.

આ તરફ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. હિલ સ્ટેશન સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ પડ્યો છે તો બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વાતાવરણમાં પલટો આવ્યો છે. અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજીના દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ વરસાદની મજા માણી હતી. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">