Gujarati Video: યુવરાજસિંહ ઉપરનો કેસ પાછો ખેંચવા સુરતમાં AAP પાર્ટીએ SITની રચનાની કરી માંગણી
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા સહીત આપ પાર્ટીના કાર્યકરો આજે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં સૂત્રોચાર સાથે વિરોધ પણ નોંધાવ્યો હતો.
યુવરાજસિંહના સમર્થનમાં સુરતમાં આમ આદમી પાર્ટી આવી હતી. સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર હસ્તક મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેમજ ડમી કાંડની તપાસ પોલીસને બદલે હાઈકોર્ટ કે નિવૃત સુપ્રીમ ન્યાયધીશની અધ્યક્ષતમાં SITની રચના કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા સહિત આપ પાર્ટીના કાર્યકરો આજે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં સૂત્રોચાર સાથે વિરોધ પણ નોંધાવ્યો હતો.
આપ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પેપર લીક, ડમી ભરતી, ડમી પ્રમાણપત્રો સહિતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરતી બાબતો સ્પેશ્યલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવામાં આવે.
વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 6-7 વર્ષથી સરકારી પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટનાઓ વારંવાર બની છે, ત્યારે ગુજરાતનો નવયુવાન યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર મામલે ગુજરાત સરકારને ઉઘાડી પાડી હતી. પેપર ફોડનારા કોણ કોણ હતા એમને ખુલ્લા પાડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઘણા બધા હતા, ત્યારે ડમી કાંડમાં જેમણે ખુલાસો કર્યો છે એવા યુવરાજસિહને યેનકેન પ્રકારે ભાજપ સરકાર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…