સુરત : માત્ર 10 રૂપિયામાં જન્મનો નકલી દાખલો બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જુઓ વીડિયો
સુરત : માત્ર 10 રૂપિયા ચૂકવો અને મેળવો જન્મનો નકલી દાખલો... સુરતના ઇકો સેલે રાષ્ટ્રવ્યાપી જન્મના નકલી દાખલાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઇકો સેલને સુરત મનપા દ્વારા મળેલી માહિતીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ફરિયાદની સત્યતા જણાતા જન્મના દાખલાનું બિહાર કનેક્શન સામે આવ્યું છે.
સુરત : માત્ર 10 રૂપિયા ચૂકવો અને મેળવો જન્મનો નકલી દાખલો… સુરતના ઇકો સેલે રાષ્ટ્રવ્યાપી જન્મના નકલી દાખલાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઇકો સેલને સુરત મનપા દ્વારા મળેલી માહિતીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ફરિયાદની સત્યતા જણાતા જન્મના દાખલાનું બિહાર કનેક્શન સામે આવ્યું છે.
ઇકો સેલે ઘટનાની ગંભીરતાથી નોંધ લઇને વધુ તાપસ કરતા એક મસમોટા રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઝારખંડ અને બિહારની બોર્ડર પરથી કૌભાંડના પર્દાફાશ બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે બિહારનો સિન્ટુ યાદવ નામનો ઇસમ કેટલીક વેબસાઇટના માધ્યમથી સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. હાલ ઇકો સેલ દ્વારા આ કેસમાં ટેક્નિકલન સર્વેલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તો આ કૌભાંડ રાષ્ટ્રીય સુરક્ષામાં ચેડા સમાન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.અત્યાર સુધી આરોપીઓએ દેશભરમાં હજારો લોકોને જન્મના નકલી દાખલા કાઢી આપ્યાનો ખુલાસો થયો છે.ઘટનાની ગંભીરતા જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
