Breaking News: સુરતમાં ધોળા દિવસે ગન પોઈન્ટ પર લૂંટી બેંક, 5 શખ્સો 50 લાખ લૂંટી થયા ફરાર

| Edited By: | Updated on: Apr 27, 2026 | 7:29 PM

સુરતમાં ધોળા દિવસે બંદુકની નોક પર બેંકમાં 50 લાખની લૂંટ ચલાવવામાં આવી. SBI બેંકમાંથી અંદાજે 50 લાખની લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. પાંચ જેટલા શખ્સોએ હથિયાર સાથે લૂંટ ચલાવી બેંકમાં લૂંટને અંજામ આપ્યો.

સુરતના વરાછા વિસ્તારમાં બંદુકના નાળચે SBI લૂંટને અંજામ આપવામાં આવ્યો. ધોળા દિવસે બેંકમાં પાંચ જેટલા લૂંટારૂઓ બંદુક સાથે ત્રાટક્યા અને બેંકમાં 50 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા. બંદુકધારી લૂંટારૂઓએ બેંક કર્મચારીઓને બંધક બનાવી લૂંટ આચરી. બેંકમાં લૂંટની ઘટનાના cctV ફુટેજ સામે આવ્યા છે. ઘટના બાદ પોલીસે તમામ વિસ્તારોમાં નાકાબંધીના આદેશ આપ્યા છે.

બેંકમાં લૂંટના CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક શખ્સ તેના ખિસ્સામાં બંદૂક સંતાડતો નજરે પડે. તેની સાથે તેના સાગરિતો પણ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે શાતિર લૂંટારાઓની ટોળકીએ બેંકના એલાર્મ સિસ્ટમ બંધ કરીને બેંકમાં આવેલા ગ્રાહકો અને બેંકના કર્મચારીઓનો ફોન છીનવી લઈને આ લૂંટ આચરી હતી. મહત્વનું છે કે બેંકની બહાર મેટ્રોનું કામ ચાલતું હોવાથી લોકોની અવર-જવર પણ ઓછી હતી. જેનો લાભ આ લુંટારાઓને મળી ગયો. ત્યારે ફરિયાદીનું કહેવું છે કે તેઓ રોકડ લઈ જવા માટે બેંકની બહાર કારમાં જ બેઠા હતા. પરંતું ક્યારે લૂંટ થઈ તેનો અંદાજ જ ન આવ્યો. ત્યારે હાલ ક્રાઈમ બ્રાન્ચ, SOG, JCP સહિતની ટીમોએ સુરતના તમામ વિસ્તારોમાં નાકાબંધી કરીને ફરાર શખ્સોને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.

Input Credit- Baldev Suthar- Surat

 

પ્રચંડ ગરમીથી બચવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો ઢાંસુ આઈડિયા,.. “પોકેટ મે પ્યાઝ લે જાઓ.. કુછ નહીં હોગા”- Video

Follow Us