AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રચંડ ગરમીથી બચવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો ઢાંસુ આઈડિયા,.. “પોકેટ મે પ્યાઝ લે જાઓ.. કુછ નહીં હોગા”- Video

ગ્વાલિયરથી ભાજપના સાંસદ અને દેશના સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિએ એક વીડિયો તેના ઈન્સ્ટા હેંડલ પર મુક્યો છે. જ્યાં તેમણે ભીષણ ગરમીમાંથી બચવાનો આસાન ઉપાય બતાવ્યો. આ ઉપાય કોઈ નવો નથી પરંતુ આપણા જ વડીલો જે કરતા હતા. તે જ તેમણે કહ્યુ છે. જ્યોતિદિત્યનો આ વીડિયો જ સમજાવે છે આપણા વડવાઓ જે કહીને ગયા છે તેને ક્યારેય ભૂલવુ ન જોઈએ કારણ કે તેમણે તેમના અનુભવોનું ભાથુ આપણને સોંપ્યુ છે. ચાલો જાણીએ સિંધિયાઓ ગરમીમાંથી બચવાનો ગજબનો ફોર્મ્યુલા શું છે.

પ્રચંડ ગરમીથી બચવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો ઢાંસુ આઈડિયા,.. પોકેટ મે પ્યાઝ લે જાઓ.. કુછ નહીં હોગા- Video
| Updated on: Apr 27, 2026 | 3:57 PM
Share

મધ્યપ્રદેશના ગુના ક્ષેત્રથી ભાજપના સાંસદ અને દેશના સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિએ એક વીડિયો તેના ઈન્સ્ટા હેંડલ પર મુક્યો છે. જ્યાં તેમણે ભીષણ ગરમીમાંથી બચવાનો આસાન ઉપાય બતાવ્યો. આ ઉપાય કોઈ નવો નથી પરંતુ આપણા જ વડીલો જે કરતા હતા. તે જ તેમણે કહ્યુ છે. જ્યોતિદિત્યનો આ વીડિયો જ સમજાવે છે આપણા વડવાઓ જે કહીને ગયા છે તેને ક્યારેય ભૂલવુ ન જોઈએ કારણ કે તેમણે તેમના અનુભવોનું ભાથુ આપણને સોંપ્યુ છે. ચાલો જાણીએ સિંધિયાઓ ગરમીમાંથી બચવાનો ગજબનો ફોર્મ્યુલા શું છે.

હાલમાં દિલ્હીથી લઈને ચેન્નાઈ અને એમપી, રાજસ્થાનથી લઈને ગુજરાત સુધી સમગ્ર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. તાપમાન 50 ડિગ્રીએ જવાની તૈયારી છે. આ સ્થિતિ ખૂબ જ ખતરનાક સંકેત આપી રહી છે કારણ કે હજુ એપ્રિલ ચાલી રહ્યો છે અને મેૃ જૂન હજુ બાકી છે. દિવસે પ્રચંડ હિટવેવને કારણે રાત્રે પણ ઠંડક થતી નથી જેના કારણે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. સામાન્ય ઘરના લોકોને એસી પોસાય નહીં ત્યારે આવા તમામ લોકોનું જીવવુ આ ગરમીએ દુષ્કર બનાવી દીધુ છે. આ ગરમી વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિધિયાએ આ પ્રચંડ ગરમીથી બચવા માટેનો એક ગજબનો ઢાંસુ આઈડિયા સૂચવ્યો છે. સિંધિયાએ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યો છે, જેમા તેમણે ભીષણ ગરમીથી બચવાનો એકદમ સરળ ઉપાય સૂચવ્યો છે.

સિંધિયાએ કહ્યુ ભીષણ ગરમીથી બચાવશે તમને ‘પ્યાઝ’

જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 1 મિનિટ 23 સેકન્ડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં સંચાર મંત્રીએ જણાવ્યુ કે જો તમે તમારા પોકેટમાં પ્યાઝ (ડુંગળી) રાખીને બહાર નીકળશો તો તમને આ પ્રચંડ ગરમીનો સામનો કરવામાં આસાની થશે. સિંધિયાએ તેની વાતને યોગ્ય ઠેરવવા માટે તેના ખુદના ખિસ્સામાંથી એક નાનકડી ડુંગળી કાઢીને ત્યાં રહેલા લોકોને બતાવી. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં લાખો-કરોડો રૂપિયાની યોજનાઓની સૌગાત વચ્ચે સિંધિયાનો ગરમથી બચવાનો આ ફોર્મ્યુલા લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

“51 ડિગ્રીમાં પણ પોકેટમાં માત્ર પ્યાઝ રાખો અને નીકળી પડો….”

જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુમાં જણાવ્યુ કે મારી ગાડી ના તો એસીમાં ચાલે છે કે ના તો તેઓ એસી વાળા વાતાવરણમાં રહે છે. લોકો તેમને પૂછે છે કે મે-જુનની ગરમી અને 51 ડિગ્રી તાપમાનમાં પણ કોઈ કેવી રીતે એસી વિના રહી શકે. ત્યારે સિંધિયાએ કહ્યુ કે મે તેમને જણાવ્યુ કે ચંબલવાળાની ચામડી થોડી જાડી હોય છે. હું થોડો યુવાન ભલે દેખાતો હોઉં પરંતુ મારી આત્મા થોડી વૃદ્ધ છે. ત્યારબાદ તેમણે તેમના ખિસ્સામાંથી એક ડુંગળી કાઢી અને કહ્યુ કે પોતાની સાથે ખિસ્સામાં એક ડુંગળી લઈ જાઓ, ગમે તેવી ગરમી હશે તો પણ તમને લુ નહીં લાગે.

અમેરિકાની હિલ્ટન હોટેલમાં ભૂતકાળનું પુનરાવર્તન, 40 વર્ષ પહેલા રોનાલ્ડ રેગન અને હવે ટ્રમ્પ પર હુમલો, અમેરિકી સુરક્ષાનો ફિયાસ્કો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">