Surat : રિંગરોડ ફલાયઓવર બ્રિજની રિપેરીંગ કામગીરીમાં વિલંબ, દોઢ માસમાં માત્ર 50 ટકા કામગીરી થઈ

સુરતના રિંગ રોડ ફલાય ઓવર બ્રિજના કુલ 82 બેરિંગનું સમારકામ કરવાનું હતું, જે બે મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો હતો, જે સતત ટ્રાફિક અને અન્ય કારણે કામમાં પડતી મુશ્કેલીને કારણે મે મહિનાના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા નથી

Surat : રિંગરોડ ફલાયઓવર બ્રિજની રિપેરીંગ કામગીરીમાં વિલંબ, દોઢ માસમાં માત્ર 50 ટકા કામગીરી થઈ
Surat Ring Road Fly Over Bridge (File Image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 24, 2022 | 4:59 PM

સુરત(Surat)શહેરની ટ્રાફિક સમસ્યાના(Traffic)નિરાકરણ માટે જૂન 2000માં ખુલ્લો મુકવામાં આવેલ ડો.બાબાસાહેબ આંબેડકર ફ્લાયઓવર બ્રિજ (રિંગરોડ) (Ring road Bridge) 9મી માર્ચથી 8મી મે સુધી એમ બે મહિના માટે બ્રિજના સમારકામ અને સમારકામ માટે બંધ રાખવામાં આવ્યો છે. જાહેર જનતા માટે જાહેરનામું અમલમાં મુકવામાં આવ્યું છે. જોકે, સમારકામના કામમાં પડતી મુશ્કેલીઓને જોતા બ્રિજને ખુલ્લો મુકવાની સમયમર્યાદા લગભગ એક માસ લંબાવવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે બ્રિજ ખુલ્લો મુકવાની જાહેરાતને આડે માત્ર 16 દિવસ બાકી છે જેની સામે માંડ 50 ટકા કામ પૂર્ણ થયું છે.

દોઢ મહિનામાં ફક્ત 50 ટકા કામજ પૂર્ણ

રીંગરોડ ફ્લાયઓવર બ્રિજનું સમારકામ મે મહિનાના અંત સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. આમ તો રિપેરિંગનું કામ બે મહિનામાં પૂર્ણ કરવાનું હતું. પણ તેની સામે દોઢ મહિનામાં ફક્ત 50 ટકા કામજ પૂર્ણ થયું છે. ટ્રાફિક અને અન્ય કારણોસર સમારકામની કામગીરી મુશ્કેલ બની રહી છે. હવે મેના અંત સુધીમાં કામ પૂર્ણ થવાની ધારણા છે.

બ્રિજ બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રિજ, જેને રિંગ રોડ ફ્લાયઓવર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સુરતના સૌથી વ્યસ્ત બ્રિજમાંનો એક છે. પુલ બન્યો ત્યારથી નાની-મોટી રીપેરીંગની કામગીરી કરવામાં આવી છે. પરંતુ હાલમાં આ બ્રિજના સુપરસ્ટ્રક્ચર લિફ્ટિંગ સાથે બેરિંગ બદલવાની તાતી જરૂરિયાત છે. આ કામગીરી ફરજિયાત કરવામાં આવી હોવાથી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બે મહિના માટે બ્રિજ બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ કામ જૂન સુધી લંબાઈ શકે છે

બ્રિજના કુલ 82 બેરિંગનું સમારકામ કરવાનું હતું, જે બે મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો હતો, જે સતત ટ્રાફિક અને અન્ય કારણે કામમાં પડતી મુશ્કેલીને કારણે મે મહિનાના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા નથી. કારણ કે હજી સુધી ફક્ત 45 બેરિંગ્સ બદલવામાં આવ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે બેરિંગ બદલવા માટે જેકની મદદથી બ્રિજનો સ્પાન ઉંચો કરવો પડે છે અને વર્ક એજન્સી દ્વારા ફીટ કરાયેલા જેક યોગ્ય રીતે કામ કરતા નથી, જેના કારણે નવા જેક બનાવવામાં આવી રહ્યા છે, જે આ કામમાં વિલંબરૂપ સાબિત થઈ રહ્યું છે. હવે આ કામ જૂન સુધી લંબાઈ શકે છે.

આ પણ વાંચો : Ahmedabad: ભારતીય સૈન્ય દ્વારા ‘તમારા સૈન્યને જાણો’ અભિયાનનું આયોજન

આ પણ વાંચો : Banaskantha : કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું, પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">