સુરત : હિંદુઓ અંગે વિવાદિત નિવેદન કરનાર રાહુલ ગાંધી સામે અરજી કરી ગુનો નોંધવા માંગ કરાઈ, જુઓ વીડિયો

|

Jul 03, 2024 | 2:02 PM

સુરત : વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણને લઈને હંગામો થઈ રહ્યો છે. ભાજપ અને હિંદુ સંગઠનો કોંગ્રેસ નેતા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે અને તેમને માફી માંગવા માટે કહી રહ્યા છે. દરમિયાન સુરતમાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

ભાજપના કાર્યકર મુકેશ ગુજરાતીએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.રાહુલ ગાંધી સામે સિંગણપોર પોલીસ સ્ટેશન માં અરજી  કરી ફરિયાદ કરવામાં આવી છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈ ગુનો નોંધવા માટે રજુઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈને ભાજપ ખૂબ જ આક્રમક છે અને રાહુલ પાસેથી માફીની માંગ કરી રહી છે. ભાજપનો આરોપ છે કે રાહુલે હિંદુઓને હિંસક ગણાવ્યા છે. ખુદ વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહે પણ સંસદમાં વાંધો વ્યક્ત કર્યો હતો.

Next Video