AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat rain Breaking news: સુરતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યુ, બારડોલી-પલસાણા સહિત અનેક વિસ્તારો જળબંબાકાર, જુઓ Video

Surat rain Breaking news: સુરતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યુ, બારડોલી-પલસાણા સહિત અનેક વિસ્તારો જળબંબાકાર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2026 | 11:40 AM
Share

સુરત ગ્રામ્ય જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે અનેક ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

સુરતમાં આભ ફાટવા જેવી સ્થિતિ છે. બારડોલીમાં સૌથી વધુ 7.88 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે પલસાણામાં 8.12 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. મહુવામાં 7.64 ઇંચ, અંબિકામાં 6.56 ઇંચ, ઉમરપાડામાં 4.8 ઇંચ અને ઓલપાડમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. માંડવીમાં પણ લગભગ 1 ઇંચ વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા લોકો પોતાના કામના સ્થળે મોડા પહોંચ્યા હતા. ગામડાઓમાં ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.

ખેડૂતો માટે વરસાદ રાહતરૂપ બન્યો

ઉમરપાડા અને પલસાણા જેવા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. ખેડૂતો માટે વરસાદ રાહતરૂપ બન્યો છે, પરંતુ સતત વરસતા વરસાદને કારણે ખેતીવાડી અને પરિવહન બંને પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને અનાવશ્યક મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.

Gujarat Rain Data: 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ, સુરતમાં મેઘતાંડવ, પલસાણામાં સૌથી વધુ 8.03 ઇંચ વરસાદ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">