AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Rain Data: 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ, સુરતમાં મેઘતાંડવ, પલસાણામાં સૌથી વધુ 8.03 ઇંચ વરસાદ

ગુજરાતમાં ચોમાસું હવે પૂરજોશમાં જામ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 107 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે નદીઓ, ચેકડેમ અને જળાશયોમાં પાણીની આવક વધી રહી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Gujarat Rain Data: 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ, સુરતમાં મેઘતાંડવ, પલસાણામાં સૌથી વધુ 8.03 ઇંચ વરસાદ
| Updated on: Jul 02, 2026 | 8:30 AM
Share

ગુજરાતમાં ચોમાસું હવે પૂરજોશમાં જામ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 107 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે નદીઓ, ચેકડેમ અને જળાશયોમાં પાણીની આવક વધી રહી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પલસાણામાં સૌથી વધુ 8.03 ઇંચ વરસાદ

રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં નોંધાયો છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 8.03 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતના બારડોલીમાં 7.85 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે મહુવામાં 7.64 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં પણ 6.56 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

વલસાડના ઉમરગામ અને વાપીમાં ભારે વરસાદ

વલસાડ જિલ્લાના ઉમરગામમાં 7.84 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વાપીમાં પણ 7.56 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને દૈનિક જનજીવન પ્રભાવિત થયું હતું.

સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર, માળીયા હાટીનામાં 7.12 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં 7.12 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 5.32 ઇંચ, જૂનાગઢના કેશોદમાં 5.28 ઇંચ, માંગરોળમાં 4.84 ઇંચ અને ભેંસાણમાં 4.04 ઇંચ વરસાદ વરસતાં નદીઓ અને ચેકડેમોમાં પાણીની આવક વધી છે. ખેડૂતો માટે આ વરસાદ ખેતીની દૃષ્ટિએ લાભદાયી માનવામાં આવી રહ્યો છે.

60 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ

રાજ્યના કુલ 60 તાલુકામાં 1 ઇંચથી લઈને 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 32 તાલુકામાં 2 ઇંચથી લઈને સાડા 8 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ પર પાણી ફરી વળવા અને વાહનવ્યવહાર પર અસર જોવા મળી હતી.

હજુ પણ વરસાદી માહોલ યથાવત

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યાં જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- 02 જુલાઇના મહત્વના સમાચાર : સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ જમાવટ, વેરાવળમાં છેલ્લાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">