Surat: જુગારીઓનો નવો જુગાડ, પોલીસથી બચવા હરતા ફરતા ટેમ્પોમાં રમતા હતા જુગાર, જુઓ Video

Surat: જુગારીઓનો નવો જુગાડ, પોલીસથી બચવા હરતા ફરતા ટેમ્પોમાં રમતા હતા જુગાર, જુઓ Video

| Edited By: | Updated on: Aug 17, 2025 | 2:31 PM

સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. ઉમરા પોલીસે બાતમીના આધારે મગદલ્લા ઓવારા પાસે હરતો ફરતો ટેમ્પોમાં જુગાર રમતા 7 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ 7 ઈસમોને પાસે મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. ઉમરા પોલીસે બાતમીના આધારે મગદલ્લા ઓવારા પાસે હરતો ફરતો ટેમ્પોમાં જુગાર રમતા 7 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ 7 ઈસમોને પાસે કુલ ₹52,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઉમરા પોલીસને મગદલ્લા ઓવારા પાસે જાહેરમાં, એક ટેમ્પોમાં કેટલાક ઈસમો મોટા પાયે જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ઉમરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફિલ્મી ઢબે વેશપલટો કરી, સાવચેતીપૂર્વક નજર રાખી હતી.

જુગારીઓને રંગેહાથ પકડવા માટે પોલીસે યોજના બનાવી અને અચાનક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉમરા પોલીસે ચાલાકીપૂર્વક પીછો કરીને 7 ઈસમોને ઝડપી પાડ્યા છે. જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાયેલ ટેમ્પોને પણ પોલીસે કબજે કરી, તમામ આરોપીઓ અને મુદ્દામાલ સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

ઉમરા પોલીસે તમામ 7 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો