Surat: ભાવનગરના કાળાતળાવ ગામે વૃદ્ધ પર હુમલા બાબતે, પાટીદાર અને રબારી સમાજ સામસામે, જુઓ Video
ચાર દિવસ પહેલા ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામે ખેડૂત પર થયેલા હુમલા પછી પાટીદાર અને રબારી સમાજ વચ્ચે તણાવ સર્જાયો છે. જુઓ વિગતે.
ચાર દિવસ પહેલા ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામે ખેડૂત પર થયેલા હુમલા પછી પાટીદાર અને રબારી સમાજ વચ્ચે તણાવ સર્જાયો છે. આ ઘટનામાં નદીમાંથી રેતી ભરવા જેવી સામાન્ય બાબતે રબારી સમાજના ત્રણ યુવાનોએ વૃદ્ધ પાટીદાર ખેડૂત અરજણભાઈ દિયોરા પર કોદાળીના હાથાથી હુમલો કર્યો હતો. અરજણભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ ઘટના બાદ રબારી સમાજ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનું પાટીદાર સમાજે સુરત ખાતેથી ખંડન કર્યું છે. પાટીદાર યુવાનોએ આક્ષેપ કર્યો છે કે રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. તેમણે જણાવ્યું કે, “હનીટ્રેપ, મારામારી, અને જમીન પર ગેરકાયદેસર કબજો જેવી પ્રવૃત્તિઓમાં તેઓ સામેલ હોય છે.”
પાટીદાર યુવાનોએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં આવી 33 FIR નોંધાઈ છે, જેમાં મોટાભાગના આરોપીઓ રબારી સમાજના છે. તેમણે કહ્યું કે, તેમના પર ખોટા નિવેદનો આપીને દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
