સુરત : પલસાણા લૂંટ વિથ મર્ડરની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લૂંટનું તરકટ રચ્યું હતું
સુરતઃ સુરત જિલ્લાના પલસાણા ગામે લૂંટ વિથ મર્ડરની ઘટનામાં સુરત પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પત્નીએ પ્રેમી દ્વારા પતિની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો ઘટનામાં સામે આવ્યો છે.
સુરતઃ સુરત જિલ્લાના પલસાણા ગામે લૂંટ વિથ મર્ડરની ઘટનામાં સુરત પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પત્નીએ પ્રેમી દ્વારા પતિની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો ઘટનામાં સામે આવ્યો છે. સુરત રૂરલ પોલીસના અધિક્ષક હિતેશ જોયસરે આ અંગેની માહિતી જાહેર કરી હતી.
હત્યા કેસમાં સુરત રૂરલ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનામાં પત્નીએજ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હત્યારી પત્ની શ્વેતાએ પ્રેમીને ઘરે બોલાવી કરાવી તક મળતા પતિની હત્યા કરાવી નાખી હતી. પતિની હત્યા બાદ પત્નીએ લૂંટનું તરકટ રચ્યું હતું. જોકે પત્ની અને તે તેના પતિનું તરકટ લાંબુ ચાલ્યું નહીં અને પોલીસે હત્યારી પત્ની શ્વેતા અને પ્રેમી વિપુલ કહારની ધરપકડ કરી લીધી છે.
Input Credit : Jignesh Mehta- Bardoli
Latest Videos
Latest News