સુરતમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની આશંકા, બેગમાંથી મળેલા મૃતદેહના કેસમાં થયા મોટા ખુલાસા, જુઓ Video
સુરતમાં બેગમાંથી યુવતીનો મૃતદેહ મળવા મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. બેગમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા જ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. યુવતીના પતિએ જ હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે.
સુરતમાં બેગમાંથી યુવતીનો મૃતદેહ મળવા મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. બેગમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા જ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. યુવતીના પતિએ જ હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે. મૃતક યુવતીનું ઘર હાલ બંધ છે. તેમજ પતિ અને બાળક પણ ઘરે હાજર નથી એટલે એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરોપી પતિ અને બાળક ફરાર થઈ ગયા છે.
પતિ અને બાળક ફરાર
ઉલ્લેખનીય છે કે પોલીસે તપાસ હાથ ધરતા ઘર કંકાસમાં પતિએ યુવતીની હત્યા કરી હોવાની આશંકા છે. કોસંબા નજીકથી બંધ બેગમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાનો પણ જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને યુવતીના પતિ પર હત્યા કરી હોવાની આશંકા છે. સુરત પોલીસે આરોપી પતિની પણ શોધખોળ હાથ ધરી છે.
બેગમાંથી મળ્યો હતો મૃતદેહ
સુરતના માંગરોળ તાલુકાના કોસંબા નજીકથી એક બંધ બેગમાંથી અંદાજીત 25 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. બેગ રસ્તા કિનારે પડેલી હતી, જેને જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મુજબ, યુવતીનો મૃતદેહ કાપડથી બાંધીને બેગમાં પેક કરવામાં આવ્યો હતો. યુવતીના ગળાના ભાગે ઇજાના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા છે, જેના આધારે પોલીસએ પ્રાથમિક રીતે આ ઘટનાને હત્યાનો કેસ માની તપાસ શરૂ કરી હતી. યુવતીનું મોઢું કાળું પડી ગયું હતુ. પોલીસ તપાસમાં યુવતી પરપ્રાંતિય હોવાનું પણ સામે આવ્યું છે.