Surat: ભાજપ પત્રિકાકાંડમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ત્રણેય આરોપીઓની ફરીથી ધરપકડ કરી, જુઓ Video
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને બદનામ કરવાના આશયથી પત્રિકા ફરતી કરવાના મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે હવે ફરી એક આવર આરોપીઓની ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પત્રિકાકાંડમાં શરુઆતમાં ધારાસભ્યની ફરિયાદ આધારે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી હતી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને બદનામ કરવાના આશયથી પત્રિકા ફરતી કરવાના મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે હવે ફરી એક આવર આરોપીઓની ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પત્રિકાકાંડમાં શરુઆતમાં ધારાસભ્યની ફરિયાદ આધારે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ મામલે ત્રણ આરોપીઓ રાકેશ સોલંકી, ખુમાનસિંહ સોલંકી અને દીપુ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ ત્રણેયને કોર્ટે જામીન આપ્યા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મામલામાં કોર્ટમાં કેટલીક કલમના ઉમેરો કરીને આરોપીઓની ફરીથી ધરપકડ કરવા માટેની અરજી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓની ફરીથી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે ક્રાઈમ બ્રાન્ચની અરજી આધારે ઉમેરાયેલી કલમની તપાસ માટે જામીન ના મંજૂર કરતા જ ફરીથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરીને હવે રિમાન્ડ માંગવામાં આવશે. આમ પત્રિકાકાંડમાં ફરી એકવાર તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આઈટી એક્ટની કલમનો ઉમેરો કર્યો હતો અને જેને લઈ આરોપીઓ ફરીથી પોલીસની ધરપકડમાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Sabarkantha Bank: સાબરકાંઠા બેંકના ચેરમેન પદે પ્રથમ વાર મહિલાની વરણી, 113 વખત રાહ જોયા બાદ મળી તક!
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ