અમદાવાદથી મતદાન કરવા સુરત આવેલા વૃદ્ધનું નામ કમી થતા રોષ, “મને જીવતા જીવ જ મારી નખાયો” વૃદ્ધની વેદના – Video

| Edited By: | Updated on: Apr 26, 2026 | 2:16 PM

અમદાવાદથી સુરત મતદાન કરવા આવેલા 75 વર્ષીય વૃદ્ધને મતદાર યાદીમાંથી નામ કમી થતા આઘાત લાગ્યો. 250 કિમીનું અંતર કાપી કીમના વતની વૃદ્ધે પોતાનો મતાધિકાર ગુમાવ્યો. "મને જીવતા જીવ જ મારી નખાયો" કહી તેમણે તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કર્યો. અધિકારીઓએ SIR કામગીરીમાં ફોર્મ ન ભરવાનું કારણ આપ્યું

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું રાજ્યભરમાં મતદાન થઈ રહ્યુ છે. ત્યારે અમદાવાદથી સુરતના એક 75 વર્ષિય વૃદ્ધ ખાસ મતદાન કરવા માટે સુરત પહોંચ્યા હતા. તેઓ સુરતના કીમ વિસ્તારમાં રહે છે અને મતદાન કરવા માટે ખાસ અમદાવાદથી સુરત આવ્યા.પરંતુ સુરત આવીને મતદાન કેન્દ્ર પર ગયા ત્યારે તેમને જાણ થઈ કે તેમનું તો નામ જ મતદાર યાદીમાંથી કમી કરી દેવાયુ છે. આ જાણીને વૃદ્ધ ઘણા નિરાશ થયા છે. છેક 250 કિલોમીટરનું અંતર કાપીને તેઓ ખાસ તેમના વતનમાં મતદાન કરવા માટે આવ્યા અને તેમનુ નામ જ મતદાર યાદીમાંથી ગાયબ છે. ત્યારે મતદાન ન કરી શક્યાની વસવસો તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. મતાધિકાર છીનવાતા વૃદ્ધે કહ્યુ કે હું જીવતા જીવ મરી ગયો હોય તેવુ લાગી રહ્યુ છે.


આ વૃદ્ધે વધુમાં તપાસ કરી તો તેમને એવુ કહેવામાં આવ્યુ કે SIR ની કામગીરી દરમિયાન આકારણી કરવા ગયેલા ત્યારે તમે ફોર્મ ભર્યુ નથી. મહત્વનું છે કે વૃદ્ધ 75 વર્ષના છે અને ઓલપાડના કીમ ગામના વતની છે. તેઓ જણાવે છે કે આ કદાચ મારુ છેલ્લુ મતદાન હતુ. આના પછી હું મતદાન કરવા માટે જીવતો હોઈશ કે નહીં એ પણ ખબર નથી. ત્યારે મતદાન છીનવાઈ જતા તેઓ ખૂબ જ નિરાશ થયા છે.

Input Credit- Mehul Bhokalva- Surat

Breaking News: સુરતમાં છેડતીના આરોપીના રિકન્સ્ટ્રક્શન સમયે થયેલો હોબાળો સુનિયોજીત હોવાનો ઓડિયો ક્લિપમાં ખૂલાસો- જુઓ Video

Published on: Apr 26, 2026 12:50 PM
Follow Us