Surat: ચીખલી ગામમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ, નદીએ વટાવી ભયજનક સપાટી, જુઓ વીડિયો

ચીખલી ગામમાં રાત્રિ દરમિયાન પડેલા સતત વરસાદને પગલે કાવેરી નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે, નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોને પારાવાક હાલાકી પડી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 5:57 PM

સુરત (Surat Rain)માં ચીખલી ગામમાં કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. ચીખલી ગામમાં વરસી રહેલા સતત વરસાદને પગલે કાવેરી નદી ઓવરફ્લો થઈ છે અને ભયજનક સપાટી પર વહી રહી છે. ભારે વરસાદ (Rain) પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નદી-નાળાઓ બંને કાંઠે વહી રહ્યા છે. કાવેરી નદીના જે દૃશ્યો સામે આવ્યા છે તે પ્રમાણે કાવેરી નદીનું વહેણ વધી રહ્યુ છે. ઉપરવાસમાં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે નદી ઓવરફ્લો થઈ છે. જેના કારણે આજુબાજુમાં આવેલા 10થી 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા ગામો અને વિસ્તારો જળમગ્ન બન્યા છે.

ચીખલી ગામમાં આવેલુ કબ્રસ્તાન અડધુ ડૂબી ગયુ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. નદીના વહેણ કબ્રસ્તાન તરફ ફરી વળતા અડધો અડધ જેટલુ કબ્રસ્તાન ડૂબી ગયુ છે. ગામમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. નદીએ ભયજનક સપાટી વટાવતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.

નદીના પાણી ગામમાં ફરી વળ્યા

સ્થાનિકોના જણાવ્યા મુજબ દર ચોમાસાએ અહીં પાણી ભરાઈ જાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી થતી નથી. નદીનું વહેણ બદલાતા પાણી ગામમાં ઘુસી જાય છે છતા તંત્ર દ્વારા વહેણને રોકવા કોઈ કામગીરી થતી નથી. હાલ સ્થાનિકો માગ કરી રહ્યા છે કે અમને કોઈ મદદ તો નથી જોઈતી બસ તંત્ર આ વહેણ આડે પાળો બાંધવાની કોઈ કામગીરી કરે. ઘરમાં પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરી અને ખાવાપીવાના સામાનને ભારે નુકસાન પહોંચ્યુ છે.

નાના-નાના બાળકોને લઈને લોકોને સુરક્ષિત સ્થળે દોડવુ પડે છે. ચીખલી ગામમાં છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા હોવાનુ સ્થાનિકો જણાવે છે. કાવેરી નદીના પટમાં આવેલા વિસ્તારોમાં અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે. ગામમાં આવેલા કબ્રસ્તાનની અડધી દિવાલ પાણીમાં ડૂબી ગઈ છે. કબ્રસ્તાનમાં પાણી ભરાઈ જતા તે જાણે તળાવ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. દર ચોમાસાએ ગામમાં પૂરની સ્થિતિ સર્જાતી હોવાથી ગામલોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">