AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: મરાઠી લોકોએ ગુડી પડવાની ધામધૂમથી ઉજવણી કરી, ધારાસભ્ય સંગીતા પાટીલના ઘરે હર્ષોલ્લાસનો માહોલ

Surat: મરાઠી લોકોએ ગુડી પડવાની ધામધૂમથી ઉજવણી કરી, ધારાસભ્ય સંગીતા પાટીલના ઘરે હર્ષોલ્લાસનો માહોલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 11:07 PM
Share

એવું માનવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના કરી હતી, સૂર્ય વિશ્વમાં પ્રથમ વખત ઉગ્યો હતો. તેથી જ ગુડી પડવાને વિશ્વનો પ્રથમ દિવસ પણ માનવામાં આવે છે.

Surat: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તારીખે ગુડી પડવાનો (Goody Padvo) તહેવાર હિન્દુ નવા વર્ષની શરૂઆતની ઉજવણી માટે કરવામાં આવે છે. ત્યારે સુરતમાં પણ ધારાસભ્ય સંગીતા પાટીલે (sangeeta patil) પોતાના ઘરે સમાજના લોકો સાથે ગુડી પર્વની ઉજવણી કરી.મોટી સંખ્યામાં આ ઉજવણીમાં મહિલાઓ જોડાઇ હતી. દરેક મરાઠી સમાજના લોકો આ દિવસથી નવ વરસ તરીકે ઉજવણી કરે છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના કરી હતી, સૂર્ય વિશ્વમાં પ્રથમ વખત ઉગ્યો હતો. તેથી જ ગુડી પડવાને વિશ્વનો પ્રથમ દિવસ પણ માનવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ પણ આ દિવસથી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં આ દિવસે ભગવાન શ્રી રામે બાલીનો વધ કર્યો અને લોકોને તેના આતંકથી મુક્ત કરાવ્યા, આ ખુશીમાં લોકોએ ઉજવણી કરી, રંગોળી બનાવી અને વિજય ધ્વજ લહેરાવ્યો. આ વિજય ધ્વજને ગુડી કહેવામાં આવે છે.

ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો :Navsari : તળાવ જોડાણનો પ્રોજેક્ટ પડતો મુકાયો ? પાલિકાની ઘોર બેદરકારી છતી થઇ

આ પણ વાંચો :Ahmedabad : DRIએ એરપોર્ટ ઉપરથી 1.06 કરોડના હીરા જપ્ત કર્યા

Published on: Apr 02, 2022 11:07 PM
g clip-path="url(#clip0_868_265)">