Ahmedabad : DRIએ એરપોર્ટ ઉપરથી 1.06 કરોડના હીરા જપ્ત કર્યા
ડીઆરઆઇને મળેલી માહિતી મુજબ પેસેન્જર પોતાના સામાનમાં 304.629 કેરેટના હીરા છુપાવીને લઈ જઈ રહ્યો હતો. ત્યારે પેસેન્જરના સામાનની તપાસ કરતા અલગ-અલગ સાઈઝના ડાયમંડ છૂપાવવામાં આવ્યા હતા.. લેડીઝ ડ્રેસના મટીરિયલમાં પ્લાસ્ટિક બેગમાં ડાયમંડ છૂપાવીને સ્મગલ કરવાનો પ્રયાસ હતો
ડીઆરઆઈ (DRI) એ અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ઉપરથી 1.06 કરોડના હીરા(Diamond) જપ્ત કર્યા છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દુબઇ જતા પેસેન્જરની ધરપકડ કરવામાં આવી. ડીઆરઆઇને મળેલી માહિતી મુજબ પેસેન્જર પોતાના સામાનમાં 304.629 કેરેટના હીરા છુપાવીને લઈ જઈ રહ્યો હતો. ત્યારે પેસેન્જરના સામાનની તપાસ કરતા અલગ-અલગ સાઈઝના ડાયમંડ છૂપાવવામાં આવ્યા હતા.. લેડીઝ ડ્રેસના મટીરિયલમાં પ્લાસ્ટિક બેગમાં ડાયમંડ છૂપાવીને સ્મગલ કરવાનો પ્રયાસ હતો સાથે જ તપાસ દરમિયાન પેસેન્જર પાસેથી દુબઈની કરન્સી જેની ભારતીય કરન્સી મુજબની કિંમત મુજબ 8 લાખની રોકડ પણ બરામદ કરાઈ છે.
ડીઆરઆઈએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચોક્કસ બાતમી મળી હતી કે એક આરોપી ભારતીય મૂળના હીરાને તેના સામાનમાં છુપાવીને તેની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેના સામાનની તપાસ દરમિયાન, 15 નાની પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલા વિવિધ કદ અને જથ્થાના બહુવિધ છૂટક હીરા, મહિલાઓના ડ્રેસ મટિરિયલમાં છુપાવેલા મળી આવ્યા હતા. જેમાં DRIના અધિકારીઓએ 31 માર્ચના રોજ એરપોર્ટ પર એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. તેની પાસે રહેલો સામાનની તપાસ કરતા આરોપી પાસેથી છૂટક હીરા- 15 નાની પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલા મળી આવ્યા હતા.ડીઆરઆઈના અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે આરોપી મુંબઈનો વતની હતો અને તેને હીરાના વેપારીએ દાણચોરીના હેતુ માટે રાખ્યો હતો.
આ પણ વાંચો : Ambaji માં ઘટસ્થાપન વિધિ સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, દર્શન કરવા ભક્તો ઉમટ્યા
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 11 કેસ, 16 દર્દીઓ સાજા થયા