Surat : ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશનની માર્કેટના કામદારોનું પોલીસ વેરીફિકેશન કરાવવા માલિકને સૂચના
માર્કેટ વિસ્તારમાં પહેલી જ વાર આ પ્રકારની ગુનાખોરીનો બનાવ સામે આવતા વેપારીઓમાં ચિંતા વધી છે. ત્યારે બહારથી કામ કરવા આવનારા કારીગરોનું પોલીસ વેરિફિકેશન જરૂરી છે.
સુરત(Surat) ની ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા કારીગરોના પોલીસ(Police ) વેરીફિકેશન માટે વેપારીઓને ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશને સૂચના આપી છે.તાજેતરમાં શહેરના રિંગરોડ સ્થિત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં એક કારીગરે માલિકને ડરાવવા માટે પાર્સલમાં પિસ્તોલ મુકીને રૂપિયા 2 કરોડની ખંડણી માંગી હતી. માર્કેટ વિસ્તારમાં પહેલી જ વાર આ પ્રકારની ગુનાખોરીનો બનાવ સામે આવતા વેપારીઓમાં ચિંતા વધી છે. ત્યારે બહારથી કામ કરવા આવનારા કારીગરોનું પોલીસ વેરિફિકેશન જરૂરી છે.
સુરતની 65 હજાર ટેકસટાઇલ માર્કેટમાં 2 લાખ થી વધુ કારીગરો કામ કરે છે. જે પૈકી મોટા ભાગના અન્ય રાજ્યોમાંથી આવે છે. ત્યારે તેઓના રેકોર્ડ જાળવી રાખવા પોલીસ વેરીફિકેશનની સૂચના ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશને આપી છે.
આ પણ વાંચો : Jammu and Kashmir વિશેષ દરજ્જો હટાવ્યાના બે વર્ષ પૂરા, મહેબુબા મુફ્તી બોલી, અસ્તિત્વ ટકાવવા વિરોધ જરૂરી
આ પણ વાંચો : રોમાચંક મેચમાં જીત બાદ, PM modi એ પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને કોચ સાથે વાત કરી, ટીમને આપ્યા અભિનંદન