સુરતમાં અસલીના નામે નકલીનો ખેલ ઝડપાયો, પોલીસે 4 લોકોની ધરપકડ કરી, જુઓ વીડિયો
સુરત : ડુપ્લિકેટ વસ્તુ બનાવવામાં સુરતનું કામરેજ એક નંબર થઈ રહ્યું છે. કેમકે ડવ શેમ્પૂ અને વિમલ બાદ હવે ડુપ્લિકેટ અગરબતી અને ENO બનાવતી ફેક્ટરી અહીંથી ઝડપાઈ છે જેમાં 10 લાખના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા છે.
સુરત : જમાનો એવો આવી ગયો છે કે અસલી વસ્તુ વાપરવા માટે તમારે ભારે મથામણ કરવી પડશે.ડુપ્લિકેટ વસ્તુ બનાવવામાં સુરતનું કામરેજ એક નંબર થઈ રહ્યું છે. કેમકે ડવ શેમ્પૂ અને વિમલ બાદ હવે ડુપ્લિકેટ અગરબતી અને ENO બનાવતી ફેક્ટરી અહીંથી ઝડપાઈ છે જેમાં 10 લાખના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા છે.
સુરત જિલ્લામાં નવી પારડી ગામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાં તથા ઘલુડી ગામની હદમાં આ પ્રવૃત્તિ ચાલતી હતી. અહીંના પીનલ રેસીડેન્સીના એક ઘરમાં ઈનો બ્રાન્ડની કોપી કરી ડુપ્લિકેટ ઈનો સોડાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરાતું હતું. જોકે બાતમીને આધારે એલસીબી પોલીસ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નબર-118ના ગોડાઉનમાં દરોડો પાડીને તપાસ કરી તો તેમના આશ્ચર્ય વચ્ચે અહીં ઈનો બ્રાન્ડના સોડાના પાઉચનું પેકિંગ ચાલી રહ્યું હતું. પોલીસે બે આરોપીઓને ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીનરી દ્વારા પેકિંગ કરતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો : સુરત: BLUE DART કુરિયરમાં આગ લાગવાના મામલે મોટો ખુલાસો, પૂર્વ કર્મચારીઓની ધરપકડ કરાઈ