સુરત : ભાજપનાં પત્રિકાકાંડમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહની હકાલપટ્ટી, જુઓ વીડિયો
સુરત : ભાજપમાં પત્રિકાકાંડમાં વધુ એક નામ સામે આવ્યું છે. પત્રિકાકાંડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું છે.મામલામાં વિવાદમાં સપડાયેલા ભાજપના નેતાએ પત્રિકા તૈયાર કરાવી હતી.

સૂત્રો અનુસાર ધનેશ શાહે ભાજપના જ આગેવાનો વિરુદ્ધની પત્રિકા તૈયાર કરીને પક્ષના અન્ય આગેવાનોને મોકલી હતી. આ વિવાદિત મામલો સામે આવતા જ તેમનું રાજીનામું લઈ લેવાયું છે. ધનેશ શાહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે. ધનેશ શાહ સીસીટીવીનાં ફૂટેજમાં દેખાય બાદ તેમનો ભાંડો ફૂટ્યો હતો.
આખા મામલાની સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવી છે. અધ્યક્ષ પદ સાથે સભ્ય તરીકેથી પણ રાજીનામું લઈ હકાલપટ્ટી કરવામાં આવી છે.