સુરતમાં રોગચાળાએ માથું ઉંચક્યુ, ઝાડા-ઉલટીના કેસમાં નોંધાયો સતત વધારો, ડેન્ગ્યુથી એકનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: Sep 02, 2024 | 1:45 PM

ગુજરાતમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. સુરતમાં પણ વરસાદના વિરામબાદ રોગચાળાએ માથું ઉંચક્યુ છે. કાપોદ્રાની 20 વર્ષીય પરિણીતા ડેન્ગ્યુ થયા બાદ મોત થયુ છે.

Surat News : ગુજરાતમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. સુરતમાં પણ વરસાદના વિરામબાદ રોગચાળાએ માથું ઉંચક્યુ છે. ભારે વરસાદના પગલે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળો વકર્યો છે.  સુરતમાં તાવ, ઝાડા – ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે. કાપોદ્રાની 20 વર્ષીય પરિણીતા ડેન્ગ્યુ થયા બાદ મોત થયુ છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

ડેન્ગ્યુથી એકનું મોત

નાના બાળકોમાં પણ વાયરલ ઈન્ફેકશનના કેસો વધારે જોવા મળ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નાના બાળકોમાં શરદી, ખાસી, તાવના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અલગ – અલગ ઝોનમાં ટીમો દ્વારા સર્વેની કામગીરીમાં જોડાઈ છે.