Breaking New : સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બન્યો બેકાબૂ ! વાયરલ ડેન્ગ્યૂના 25 ટકા કેસ વધ્યા, જુઓ Video

Breaking New : સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બન્યો બેકાબૂ ! વાયરલ ડેન્ગ્યૂના 25 ટકા કેસ વધ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 07, 2025 | 2:30 PM

ગુજરાતમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. સિવિલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. સિવિલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ છે. એક બેડ પર બે દર્દીઓ દાખલ કરાયાનો વીડિયો વાયરલ થયો છે.

બાળકોની સંખ્યા વધુ હોવાથી એક જ બેડ પર સારવાર અપાઈ રહી છે. રોગચાળાની સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી છે. સિવિલમાં વાયરલ ડેન્ગ્યુના 25 ટકા કેસમાં વધારો થયો છે. તેમજ બાળ દર્દીઓની OPDમાં 50 ટકાનો વધારો નોંધાયો છે. બાળકોની દરરોજ 280થી 300 OPD નોંધાઈ રહી છે. આ ઉપરાંત દરરોજ 50થી 80 બાળ દર્દીઓને દાખલ કરવામાં આવે છે.

સિવિલમાં બેડ ખૂટી પડવાની સ્થિતિ

સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. બાળકોના વોર્ડમાં એક બેડ પર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. હાલ પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સિવિલમાં તબીબો કહી રહ્યા છે. જેના કારણે હોસ્પિટલના બાળકોના વિભાગમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાંથી મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે. બાળકોના વિભાગમાં 200થી વધુ બેડની વ્યવસ્થા છે. જોકે હાલ દાખલ બાળકોની સંખ્યામાં વધારો થવાના કારણે એક જ બેડ પર બે બાળકોને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો