સુરતના રિંગરોડ પર સિટી બસ વાયરીંગ શોર્ટ-સર્કિટથી આગની જ્વાળાઓમાં લપેટાઈ
સુરત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે ટ્રાન્સ્પોર્ટ સુવિધા ચલાવાવામા આવે છે. જેમાં અવારનવાર વિવાદો સામે આવતા જ રહે છે. જોકે આ વખતે સિટી બસને વિવાદે નહીં પરંતુ આગની જ્વાળાઓએ લપેટી છે. મુસાફરો ભરેલી સિટી બસ રિંગ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે જ અચાનક આગમાં લપેટાઈ ગઈ હતી. જોકે ગરમી સિવાયના દિવસોમાં આગને લઈ તેનુ સાચુ કારણ જાણવા માટે તપાસની માંગ વર્તાઈ છે.
સુરતના રિંગ રોડ પર એક સિટી બસમાં આગ લાગી હતી. અચાનક જ સિટી બસ આગમાં લપેટાઈ ગઈ હતી. આગની જવાળાઓને લઈ રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો બચાવમાં દોડી આવ્યા હતા. બસમાં રહેલા મુસાફરો અને કર્મચારી સમયસૂચતા વાપરી નીચે ઉતરી ગયા હતા. મુસાફરો ઝડપથી બસની બહાર ઉતરી જવાને લઈ કોઈ જાનહાની થઈ નહોતી.
આ પણ વાંચોઃ શામળાજી ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારુ ભરેલ કન્ટેનર ઝડપાયુ, 25 લાખના જથ્થા સાથે એકની ધરપકડ
બસમાં આગને લઈ સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે આવીને બસમાં લાગેલ આગને કાબૂમાં લીધી હતી. બસમાં આગ લાગવાનુ પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. જોકે આ મામલે હવે પ્રાથમિક તપાસ કરવામાં આવશે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
