Surat Breaking News: સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ, સોશિયલ મીડિયા પોસ્ટના આધારે DRIએ 2 આરોપીઓને ઝડપી પાડ્યા
સુરતમાં દીપડાના ચામડાના ગેરકાયદે વેપારનો મોટો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે ટ્રેપ ગોઠવીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દીપડાનું ચામડું વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેના આધારે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગ્રાહક બનીને ટ્રેપ ગોઠવ્યો
મળતી માહિતી મુજબ આરોપીઓએ સોશિયલ મીડિયા પર દીપડાનું ચામડું અંદાજે 1 કરોડ રૂપિયામાં વેચવા માટે પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ DRIના ધ્યાનમાં આવતા અધિકારીઓએ ગ્રાહક બનીને ટ્રેપ ગોઠવ્યો હતો. ત્યારબાદ સુરતની એક હોટલમાં સોદો કરવા પહોંચેલા બે શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ મોઈની અબ્બાસ અને બદરી હુસેન તરીકે થઈ છે. તપાસ દરમિયાન તેમની પાસેથી દીપડાનું ચામડું જપ્ત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ ચામડું અંદાજે બે મહિના જૂનું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બંદૂકની ગોળીનું નિશાન પણ જોવા મળ્યું
ખાસ વાત એ છે કે જપ્ત કરાયેલા ચામડા પર બંદૂકની ગોળીનું નિશાન પણ જોવા મળ્યું છે. જેના કારણે બે મહિના અગાઉ દીપડાનો શિકાર કરવામાં આવ્યો હોવાની આશંકા વધુ મજબૂત બની છે. જોકે હજુ સુધી દીપડાના શરીરના અન્ય અંગો મળી આવ્યા નથી.
DRIએ બંને આરોપીઓ તેમજ જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપી દીધા છે. હાલ વન વિભાગ અને અન્ય તપાસ એજન્સીઓ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસ ચલાવી રહી છે. આ મામલે વધુ લોકો સંડોવાયેલા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Breaking News: રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ, અમદાવાદમાં મેગા સર્ચ ઓપરેશન