સુરત : વિશ્વ કપ વિજય બાદ સુરતમાં ઢોલ નગારા ગુંજ્યા , લોકોએ રસ્તા પર ઉતરી આવી ખુશી મનાવી, જુઓ વીડિયો
સુરત : શનિવારે મોડી રાતે ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા પર 7 રને રોમાંચક ટાઈટલ જીત્યા બાદ સમગ્ર દેશના રસ્તાઓ પર એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે ભાગ્યે જ જોવા મળે છે.સુરતમાં તો જાણે દિવાળી જેવો માહોલ નજરે પડતો હતો.

વર્ષ 2011માં ધોનીની કપ્તાનીમાં ભારતમાં આયોજિત ફિફ્ટી-ફિફ્ટી વર્લ્ડ કપમાં જીત સમયે પણ આવી જ કેટલીક તસવીરો જોવા મળી હતી. જેનું શનિવારે પુનરાવર્તન થયું હતું.શનિવારે ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું ત્યારે ફરી એકવાર આ દ્રશ્ય જોવા મળ્યું હતું.
સુરતમાં સામાન્યથી લઈને દરેક વર્ગના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ રસ્તાઓ પર ફટાકડા ફોડીને અને ઢોલના તાલે નાચીને ભારતની જીતની ઉજવણી કરી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.