સુરત: નવા કાયદાની અમલવારી મૂજબ ગુનો નોંધાયો, ઓલપાડ પોલીસે કરી કાર્યવાહી, જુઓ વીડિયો

|

Jul 02, 2024 | 9:20 AM

સુરત: નવા કાયદાની અમલવારી મૂજબ ગુનો નોંધાયો છે.સુરત જિલ્લામાં સૌ પ્રથમ ઓલપાડ પોલીસે ગુનો નોંધ્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબ ગુનો દાખલ કરી એકની ધરપકડ કરવામાં આવી છે.

સુરત: નવા કાયદાની અમલવારી મૂજબ ગુનો નોંધાયો છે.સુરત જિલ્લામાં સૌ પ્રથમ ઓલપાડ પોલીસે ગુનો નોંધ્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબ ગુનો દાખલ કરી એકની ધરપકડ કરવામાં આવી છે.

રિફ્લેક્ટર અને લાઇટ વગર જોખમી રીતે ટ્રક પાર્ક કરનાર ડ્રાયવર પર કાર્યવાહી કરવામાં આવી છે, ઓલપાડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે.

રવિવારની રાત્રે 12 વાગ્યા પછી એટલે કે 1લી જુલાઈએ થયેલા તમામ ગુનાઓ નવા કાયદા હેઠળ નોંધવામાં આવશે. 1 જુલાઈથી IPC, CrPC અને ભારતીય પુરાવા અધિનિયમને બદલે દેશમાં ત્રણ નવા કાયદા – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ  લાગુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : તાપી : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં પાણીની આવક થઈ, જુઓ વીડિયો

Next Video