AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : બારડોલીમાં વરસાદને કારણે વૃક્ષ સાથે 3 વીજપોલ ધરાશાયી, વરસાદથી અનેક વિસ્તાર પ્રભાવિત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 12:18 PM
Share

ભારે વરસાદ પડતા બારડોલી ( Bardoli)ના તલાવડી વિસ્તાર , ભરવાડ વસાહત , આશાપુરી મંદિર વિસ્તાર , મુદિત સર્કલ , આર ટી ઓ રોડ , તેમજ સુગર ગરનાળામાં પાણી ભરાયા હતા.

SURAT : સુરતના બારડોલી ( Bardoli)પંથકમાં લાંબા વિરામબાદ વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો સાથે જ વરસાદ શરૂઆત થતાં સામાન્ય જનજીવન પર અસર થઇ હતી.ધોધમાર વરસાદ પગલે બારડોલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.તલાવડી વિસ્તાર , ભરવાડ વસાહત , આશાપુરી મંદિર વિસ્તાર , મુદિત સર્કલ , આર ટી ઓ રોડ , તેમજ સુગર ગરનાળામાં પાણી ભરાયા હતા. બારડોલી ( Bardoli) ના ક્રિષ્ના નગર નજીક વૃક્ષ સાથે 3 વિજપોલ થયા ધરાશાયી થયા છે. વૃક્ષ બાજુમાંથી પસાર થતી એલટી વીજ લાઈન પર પડતા 3 જેટલા વીજપોલ પણ તૂટ્યા છે. જીવંત વિજતારો રસ્તા પર પડતા વાહનોની અવરજવર બંધ કરાઈ હતી અને ઘટનાની જાણ થતા જ DGVCL ના કર્મચારીઓ સ્થળ પર પહોચ્યા હતા અને આગળની કામગીરી હાથ ધરી હતી.

g clip-path="url(#clip0_868_265)">