Surat Video : તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર ! સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, પશુપાલકોને 60 કરોડનો થશે ફાયદો
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર છે. સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. ગાયના દૂધમાં પ્રતિકિલો ફેટ પર 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધમાં પ્રતિકિલો ફેટ પર રૂ.20નો વધારો કરાયો છે.

ભેંસના દૂધના પ્રતિકિલો ફેટના ભાવ રૂ.830થી વધીને 850 થયા છે. જ્યારે ગાયના દૂધના પ્રતિકિલો ફેટના ભાવ 795થી વધીને 810 થયા છે. અઢી લાખ પશુપાલકોને વાર્ષિક 60 કરોડથી વધુનો ફાયદો થઈ શકે છે.બીજી તરફ અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરાયો છે.
Latest Videos