અમદાવાદઃ સબ રજિસ્ટ્રારના ઘરેથી રોકડાની થપ્પીઓ મળવાનો મામલો, ACB એ કસ્યો ગાળીયો, જુઓ
અમદાવાદ ACB દ્વારા વેજલપુર સબ રજિસ્ટ્રારની કચેરીમાં છટકુ ગોઠવીને લાંચ લેતા રજિસ્ટ્રાર તુલસીદાસ મારકણાને ઝડપી લીધો હતો. ગત ઓગષ્ટ 2023માં તુલસીદાસને ACB એ 1.50 લાખ રુપિયાની લાંચ લેતા ઝડપ્યા હતા. જેને લઈ તેમના ઘર અને અન્ય સ્થળોએ પણ ACB દ્વારા સર્ચ કરવામાં આવ્યુ હતુ. જેમાં તેમના ઘરેથી 58.28 લાખ રુપિયા રોકડા મળી આવ્યા હતા.
ACB એ ઘરેથી 53 લાખ રોકડા મળવાને લઇ વેજલપુરના તત્કાલીન સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મારકણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ACB લાંચ લેતા ઝડપાયેલા તુલસીદાસની હવે મુશ્કેલીઓ વધી ચૂકી છે. તેઓના ઘરેથી રોકડ રકમ 58.28 લાખ રુપિયા ACBને સર્ચ દરમિયાન મળી હતી. આ રકમ અંગે તપાસ કરવા માટે પૂછપરછ હાથ ધરવા છતાં યોગ્ય કોઇ જવાબ તુલસીદાસ આપી શક્યા નથી.
આ પણ વાંચો: આખરે જાગ્યું તંત્ર! ચણામાં જીવાત ફરતાં પેકેટ મહિલાઓ લાભાર્થીને અપાયા બાદ પરત લેવા આદેશ
30 જેટલા દસ્તાવેજ કરવાને લઈ ફરિયાદી પાસેથી દોઢ લાખ રુપિયા રોકડા ગત ઓગષ્ટ માસમાં તુલસીદાસે માંગ્યા હતા. લાંચની રકમ માંગવાને લઈ ફરિયાદી એસીબીમાં પહોંચ્યો હતો અને જેને આધારે એસીબીએ છટકુ ગોઠવીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. જેને લઈ એસીબીએ તેમના ઘરે સર્ચ હાથ ધર્યુ હતુ અને ઘરેથી પણ રોકડ રકમની થપ્પીઓ મળી આવી હતી. વિદેશી બ્રાન્ડનો 12 નંગ દારુની બોટલનો પણ જથ્થો રોકડ સાથે ઘરમાંથી મળી આવતા એ અંગે વાસણા પોલીસ મથકે અલગથી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આમ વધુ એક ગુનો હવે તુલસીદાસ સામે નોંધાયો છે.
