આખરે જાગ્યું તંત્ર! ચણામાં જીવાત ફરતાં પેકેટ મહિલાઓ લાભાર્થીને અપાયા બાદ પરત લેવા આદેશ

આખરે જાગ્યું તંત્ર! ચણામાં જીવાત ફરતાં પેકેટ મહિલાઓ લાભાર્થીને અપાયા બાદ પરત લેવા આદેશ

| Updated on: Feb 24, 2024 | 3:09 PM

અરવલ્લી જિલ્લાના મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં મહિલા અને બાળ વિકાસ યોજના હેઠળ અપાતા કઠોળના પેકેટમાં જીવાત નિકળવાના મામલે તંત્ર એક્શનમાં આવ્યુ છે. Tv9 પર અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા જીવાતવાળા સ્ટોકને અલગ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક તંત્રને પણ આ મામલે સૂચનાઓ લેખિત પત્ર દ્વારા આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ લાભાર્થીઓ માટે સારી હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની બેદરકારીને લઇ તેનો પૂરતો અને યોગ્ય લાભ મળતો હોતો નથી. આવી જ રીતે અરવલ્લી જિલ્લામાં ધાત્રી મહિલાઓ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) હેઠળ ચણા-કઠોળના અપાતા પેકેટમાં જીવાત હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ મામલે મેઘરજના સ્થાનિક અગ્રણી દ્વારા વીડિયો શેર કરવાનો મામલો Tv9ના અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: તોફાનો-હિંસા રોકવા ‘સ્પેશિયલ એક્શન ફોર્સ’ રચાશે, તમામ પોલીસ મથક PI કક્ષામાં અપગ્રેડ કરાશે

જેના બાદ હવે ICDS દ્વારા તુરત આવા પેકેટ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાભાર્થીઓ માટે આંગણવાડી કેન્દ્રો દ્વારા લેવામાં આવેલ ચણાના પેકેટનો જથ્થો ચકાસણી કરીને અખાદ્ય હોય તેને પરત કરવા સૂચના કરાઇ છે. જેના બદલામાં સરકારી સસ્તા અનાજની દુકાનો પાસેથી નવો જથ્થો મેળવવા માટે પત્ર દ્વારા સૂચના અપાઇ છે. બગડેલ સ્ટોકનું વિતરણ લાભાર્થીઓમાં ના થાય એ માટે પણ તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 24, 2024 09:44 AM
g clip-path="url(#clip0_868_265)">