કથિત પેપર લીક કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનું સરકારને અલ્ટીમેટમ, આંદોલનની આપી ચીમકી

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે પુરાવાની સોફ્ટ અને હાર્ડકોપી આપી છે. યુવરાજસિંહે પેપર લીકમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓેને જે 4 ગાડીમાં બોલાવાયા તેના નંબર પણ રીલિઝ કર્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 4:54 PM

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે રાજ્ય સરકારને કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપ્યું. યુવરાજ સિંહે કહ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે પુરાવા આપીશું. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શંકાના દાયરામાં હોવાનો આરોપ લગાવી તેમને હટાવવાની માગ કરી. યુવરાજ સિંહે પેપર લીક કેસની તપાસ માટે SITની રચના કરવાની પણ માગણી કરી.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે પુરાવાની સોફ્ટ અને હાર્ડકોપી આપી છે. યુવરાજસિંહે પેપર લીકમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓેને જે 4 ગાડીમાં બોલાવાયા તેના નંબર પણ રીલિઝ કર્યા. યુવરાજ સિંહે કહ્યું કે તેમણે કે. આર. પરમાર સાહેબને પુરાવા વોટ્સએપ કર્યા હતા. જે અંગેની એક ઓડિયો ફાઈલ પણ રિલીઝ કરી. આ પેપર લીક કૌભાંડ હિંમતનગરના ઉંછા ગામમાંથી સામે આવ્યું છે.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પર વિશ્વાસ વ્યક્ત કર્યો. યુવરાજ સિંહે 72 કલાકમાં હર્ષ સંઘવી સાથે બેઠક કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જો 72 કલાકમાં બેઠક નહીં થાય તો યુવરાજ સિંહે વિદ્યાર્થી, વાલી, શૈક્ષણિક, સામાજીક સંગઠનોને સાથે રાખી ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. હવે જોવું રહ્યું કે આ ચીમકીની કેવી અસર થાય છે ?

આ પણ વાંચો : GANDHINAGAR : કથિત પેપર લીક કાંડમાં સરકાર યોગ્ય તપાસ કરાવશે : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી

આ પણ વાંચો : GSSSBના ચેરમેન અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને મોકલ્યો Email? હેડ ક્લાર્ક પેપર લીક થયાની કબૂલાત?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">