Breaking News : પુત્રના જન્મદિવસ પર પિતા કેક લઇને ઘરે આવ્યા, પણ પુત્રનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો મૃતદેહ, જુઓ Video
સુરતના ભેસ્તાનમાં ધોરણ 9માં ભણતા વિદ્યારેથીએ જન્મદિવસે જ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર ભેસ્તાનમાં રહેતા 16 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
ગુજરાતમાં ફરી એક વાર હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. માતા-પિતા સંતાનો માટે અથાક પરિશ્રમ કરતા હોય છે. જેથી બાળકોની મનપસંદ વસ્તુ ખરીદીને બાળકને આપી શકે પરંતુ જ્યારે પિતા ઘરનો દરવાજો ખોલે અને સંતાન મૃત અવસ્થામાં જોવા મળે ત્યારે મા-બાપના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ભેસ્તાનમાં ધોરણ 9માં ભણતા વિદ્યારેથીએ જન્મદિવસે જ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.
વિદ્યાર્થીનો જન્મદિવસે જ આપઘાત
પ્રાપ્તથતી માહિતી અનુસાર ભેસ્તાનમાં રહેતા 16 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પુત્રનો જન્મદિવસ હોવાથી કેક લેવા પિતા દુકાને ગયા હતા. જ્યારે પિતા ઘરે પરત ફર્યા ત્યારે પુત્રને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પિતાએ બૂમાબૂમ કરી હતી. પુત્રને આ હાલતમાં જોતા જ પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. જો કે વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તેનું કારણ હજી અકબંધ છે. પોલીસ તરફથી પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
