Surat : વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, 10થી વધુ અંગો પર થઈ ઈજા, જુઓ Video
ગુજરાતમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે સુરતના વરીયાવી બજારમાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. 4 વર્ષની બાળકી પર શ્વાનને હુમલો કર્યો છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર શ્વાને માથા, કાન,ગાલ અને આંખ સહીત 10થી વધુ અંગો પર ઈજા પહોંચાડી હતી.
ગુજરાતમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે સુરતના વરીયાવી બજારમાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. 4 વર્ષની બાળકી પર શ્વાનને હુમલો કર્યો છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર શ્વાને માથા, કાન,ગાલ અને આંખ સહીત 10થી વધુ અંગો પર ઈજા પહોંચાડી હતી. બાળકીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક ધોરણે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર બાળકી ઘર પાસે રમી રહી હતી તે સમયે શ્વાને હુમલો કર્યો છે.
4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છાશવારે શ્વાનનાં હુમલાની ઘટના બને છે. રોજે રોજ શ્વાનનાં જીવલેણ હુમલાની ઘટના સામે આવે છે. ત્યારે વરીયાવી બજારમાં ઘર પાસે રમતી માસૂમ બાળકી પણ શ્વાનનાં હુમલાનો બોગ બની હતી.બાળકીને પ્રાથમિક સારવાર ઈમરજન્સી વિભાગમાં કર્યા બાદ સર્જરી વિભાગમાં ખસેડાઇ હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 05, 2025 02:16 PM