Breaking News : બેફામ ST બસે એકસાથે 5 વાહનને લીધા અડફેટે, સ્થાનિકોએ બસચાલકને ઝડપ્યો, જુઓ Video

Breaking News : બેફામ ST બસે એકસાથે 5 વાહનને લીધા અડફેટે, સ્થાનિકોએ બસચાલકને ઝડપ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 12, 2025 | 2:46 PM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગુજરાતમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં બેફામ ST બસે એકસાથે 5 વાહનને અડફેટે લીધા છે. સહારા દરવાજાના ગરનાળા નીચે અકસ્માતમાં સર્જાયો હતો.

અકસ્માત બાદ બસચાલકે ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ ફરાર થાય તે પહેલા જ બસચાલકને પકડ્યો હતો. બસની બ્રેક ફેલ થઈ હોવાનું બસચાલકનું રટણ કરતો હતો. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

બગોદરા- બાવળા હાઈવે પર સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત

બીજી તરફ આ અગાઉ અમદાવાદના બગોદરા બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામસામે ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માતને કારણે એક તરફનો હાઈવે રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. જેના કારણે હાઈવે રોડ પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો