Breaking News : અમદાવાદના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક સર્જાયો અકસ્માત, 2 ટુ વ્હીલરને લીધા અડફેટે, જુઓ Video
ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે. અમદાવાદના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માત સર્જાયો છે. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર દુકાનમાં ઘુસી ગઈ હતી.
ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે. અમદાવાદના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માત સર્જાયો છે. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર દુકાનમાં ઘુસી ગઈ હતી. પાર્કિંગમાં પાર્ક કરેલા 2 ટુ વ્હીલરને પણ અડફેટે લીધા હતા. કારની ભારે ટક્કરથી દુકાનનું શટર ઉખડી ગયું હતુ. વહેલી સવારે દુકાન બંધ હોવાથી જાનહાનિ ટળી છે.
કાર ચાલક 18 વર્ષનો યુવક હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરિવારની મંજૂરી વગર કારમ લઈને યુવક નીકળી ગયો હતો. જોકે આ સમગ્ર ઘટનામાં કારચાલક ઈજાગ્રસ્ત થયો છે. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.