Vadodara: વડોદરા કોર્પોરેશનનાં સત્તાધીશોની મહાન કામગીરી, 13 મહિનામાં 6 લાખ 50 હજાર રુપિયાનો ચા નાસ્તો ઝાપટી ગયા !

વડોદરા (Vadodara) કોર્પોરેશનના અધિકારીઓ પ્રજાના રૂપિયાથી તાગડધિન્ના કરતા હોવાનો ખુલાસો થયો છે. માત્ર 13 મહિનામાં જ 6.50 લાખનો ચા-નાસ્તો તંત્રના શાસકો ઝાપટી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 12:48 PM

વડોદરા (Vadodara) મહાનગરપાલિકા હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહે છે. ત્યારે ફરી એક વાર મહાનગરપાલિકા (Corporation) લોકોમાં ચર્ચાનો વિષય બની છે. વડોદરા મહાનગરપાલિકાની પોલ પરી એક વાર ખુલી ગઇ છે. એક RTI એક્ટિવીસ્ટ (RTI Activist) દ્વારા કોર્પોરેશનના ખર્ચની જાણકારી મેળવવા માટે કરવામાં આવેલી RTIમાં મોટો ઘટસ્ફોટ થયો છે. મહાનગરપાલિકાના સત્તાધીશો છેલ્લા 13 મહિનામાં 6 લાખ 50 હજાર રુપિયાનો ચા નાસ્તો ઝાપટી ગયા હોવાનું સામે આવ્યુ છે.

પ્રજાના પૈસે અધિકારીઓને લીલા લહેર

વડોદરા મહાનગરપાલિકાના સત્તાધિશોને પ્રજાના પૈસે લીલા લહેર કરી રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ પ્રજાના રૂપિયાથી તાગડધિન્ના કરતા હોવાનો ખુલાસો થયો છે. માત્ર 13 મહિનામાં જ 6.50 લાખનો ચા-નાસ્તો તંત્રના શાસકો ઝાપટી ગયા છે. પાલિકાના પદાધિકારીએ માત્ર 13 મહિનામાં ચા-નાસ્તા પાછળ અધધ 6 લાખ 50 હજારનો ખર્ચો કર્યો છે. પાલિકના શાસકોના ચા-નાસ્તા પાછળ લાખો રૂપિયાના ખર્ચનો RTIમાં ખુલાસો થયો હતો.

RTIમાં અધિકારીઓના ખર્ચાની પોલ ખુલી

આરટીઆઈ એક્ટીવિસ્ટ અતુલ ગામેચી વડોદરા મહાનગ પાલિકામાં આરટીઆઈ કરી સત્તાધીશો ચા-નાસ્તા પાછળ કેટલો ખર્ચ કર્યો છે. તે અંગે જાણકારી માંગી હતી.જેમાં જણાવા મળ્યું હતું કે, મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડિયાએ છેલ્લા 13 મહિના દરમિયાન ચા-નાસ્તા પાછળ 89 હજાર 172 રૂપિયાનો ખર્ચ કર્યો છે. જ્યારે ડેપ્યુટી મેયર નંદાબેન જોશીએ 1 લાખ 30 હજાર 50 રૂપિયાનો ખર્ચ, તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને 2 લાખ 98 હજાર 313 રૂપિયા અને શાસક પક્ષ નેતા અલ્પેશ લીંબાચિયાએ 1 લાખ 32 હજાર 19 રૂપિયાનો ખર્ચ કર્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">