Cyclone Shakti Alert  : માંગરોળ, જામનગર, દ્વારકાના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો, બેડી બંદર પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ, જુઓ Video

Cyclone Shakti Alert : માંગરોળ, જામનગર, દ્વારકાના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો, બેડી બંદર પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 04, 2025 | 2:33 PM

અરબ સાગરમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડા અંગે ચિંતા વધતી જાય છે. ત્યારે જૂનાગઢના માંગરોળના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો છે. માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

અરબ સાગરમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડા અંગે ચિંતા વધતી જાય છે. ત્યારે જૂનાગઢના માંગરોળના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો છે. માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થઈ શકે છે. આગામી 3 દિવસ માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરી છે. માછીમારી કરવા ગયેલા લોકોને નજીકના બંદરે જવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે. સંભવિત વાવાઝોડું દ્વારકાથી 360 કિમી અરબી સમુદ્રમાં દૂર છે. દરિયાઈ વિસ્તાર પર દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તાર પર જ્યાં માછીમારી કરતાં ભાઈઓ હોય તેમને ડિપાર્ટમેન્ટ દ્વારા તેમજ જે પણ દરિયામાં બોટ હોય તેમને પરત આવી જવા ફિશરીજ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. હાલના દ્વારકાના અરબી સમુદ્રમાં પવન સાથે દરિયાકાંઠે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ જામનગરના બેડી બંદર પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ 10 કિમી પ્રતિ કલાકની ગતિએ વાવાઝોડું આગળ વધે છે. દરિયો ખેડવા ગયેલ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 04, 2025 02:24 PM