CORONA : સુરતમાં સંસ્કાર ભારતી સ્કૂલના વધુ બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

Surat Corona Update : ધોરણ 10 અને ધોરણ 10માં અભ્યાસ કરતા સગા ભાઈ-બહેનને કોરોના થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 10:34 AM

SURAT : સુરતમાં સંસ્કાર ભારતી સ્કૂલના વધુ બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ધોરણ 10 અને ધોરણ 10માં અભ્યાસ કરતા સગા ભાઈ-બહેનને કોરોના થયો છે.. માતા કોરોના સંક્રમિત થતાં બાળકોને પણ ચેપ લાગ્યો છે.. જોકે રાહતની વાત એ છે કે એક અઠવાડિયા માટે સ્કૂલ બંધ હોવાથી બંને ઘરે જ હતા. એક અઠવાડિયા પહેલા એક વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થઈ હતી. જેને પગલે સ્કૂલ બંધ કરવામાં આવી હતી.

સુરતમાં બાળકોમાં કોરોનાના કેસો આવતા તંત્ર ચિંતામાં મુકાયું છે. શહેરમાં ગત શનિવારે ડીપીએસ સ્કૂલની ધો.3ની વિદ્યાર્થિની સહિત 4 બાળકો મળી કુલ 11 કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ બાળકોમાંથી એક તો માત્ર 2 વર્ષનો છે, બીજી બાળકી 8 વર્ષની, ત્રીજી 9 અને ચોથી 13 વર્ષની કિશોરી છે.

ચારેય બાળકોને તેમના પરિવારના સભ્યોમાંથી જ ચેપ લાગ્યાની હિસ્ટ્રી મળી છે. બાળકો કોરોનાગ્રસ્ત થતા જ તંત્ર પણ દોડતુ થયું છે. મહત્વનુ છે કે નાના બાળકો માટે હજૂ સુધી કોઈપણ રસીને મંજૂરી મળી નથી ત્યારે બાળકોમાં કેસ વધતા તંત્ર પણ સાવચેતીના પગલા લેવા સફાળું જાગ્યું છે.

સુરત કોવિડ 19 ના કારણે 1 વર્ષ સુધી શાળાઓ સતત બંધ રહ્યા બાદ શાળાઓ ફરી ખુલી છે ત્યારે શહેરની કેટલીક શાળાઓમાં બાળકો સંક્રમિત જોવા મળ્યા બાદ વાલીઓ હવે બાળકોને શાળાએ મોકલવામાં ડરી રહ્યા છે. જેના કારણે શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી નથી પરંતુ ધીમે ધીમે ઘટી રહી છે. તે જ સમયે, કોવિડ -19 ના દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી તેમનો ડર વધુ વધી ગયો છે.

આ પણ વાંચો : PAPERLEAK : પેપરલીક મામલે સાબરકાંઠામાં તપાસ તેજ, હિંમતનગર અને પ્રાંતિજમાં પોલીસ કરી રહી છે સઘન તપાસ

આ પણ વાંચો : Coldwave : ઉત્તરભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, ચારથી પાંચ દિવસ કોલ્ડવેવની આગાહી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">